////

વડાપ્રધાન મોદી હૈદરાબાદ પહોંચ્યા, ભારત બાયોટેક પ્લાન્ટની લેશે મુલાકાત

વડાપ્રધાન મોદી કોરોના વેક્સિન સાથે સંકળાયેલા કાર્યોની સમીક્ષા કરવા માટે આજે સવારે અમદાવાદ પહોંચ્યા હતા. જ્યાં તેમણે ઝાયડસ કેડિલાના પ્લાન્ટની મુલાકાત લઈને કોરોના વેક્સિનની તૈયારીઓ સંદર્ભે જાણકારી મેળવી હતી.

વડાપ્રધાન મોદીએ કોરોના વેક્સિન બનાવવા માટે કામ કરી રહેલી ટીમના પ્રયત્નોની પ્રશંસા કરી હતી. આ સાથે જ તેમણે કહ્યું કે, ભારત સરકાર સક્રિય રીતે તેમની સાથે કામ કરી રહી છે. તો વડાપ્રધાન મોદીએ પ્લાન્ટની બહાર એકત્રિત થયેલા લોકોનું હાથ જોડીને અભિવાદન પણ કર્યું હતું.

વડાપ્રધાન મોદીએ ઝાયડસના બાયોટેક પાર્કની મુલાકાત બાદ ટ્વીટ કરીને કહ્યું કે, ઝાયડસ કેડિલા દ્વારા વિકસિત કરવામાં આવી રહેલી સ્વદેશી DNA આધારિત વેક્સિન વિશે વધારે જાણકારી મેળવવા માટે અમદાવાદ ઝાયડસ બાયોટેક પાર્કની મુલાકાત લીધી. આ કામમાં લાગેલી ટીમના પ્રયત્નોની હું સરાહના કરું છુ. આ યાત્રામાં તેમનો સાથ આપવા માટે ભારત સરકાર સક્રિય રુપે કામ કરી રહી છે.

અમદાવાદમાં બાયોટેક પાર્કના પ્રવાસ બાદ હવે PM મોદી હૈદરાબાદમાં ભારત બાયોટેકના કોરોના સેન્ટરની મુલાકાત લેવા પહોંચ્યા છે. હૈદરાબાદની મુલાકાત બાદ વડાપ્રધાન મોદી પૂણે જશે.
પૂણે ખાતે આવેલી સીરમ ઈન્સ્ટીટ્યૂટની મુલાકાત કરશે. સીરમ ઈન્સ્ટીટ્યૂટ કોરોના વેક્સિન ડેવલોપ કરવા માટે એસ્ટ્રાઝેનેકા અને ઑક્સફોર્ડ યુનિવર્સિટી સાથે સંયુક્ત રીતે કામ કરી રહી છે.

Leave a Reply

Your email address will not be published.