////

વડાપ્રધાન મોદીએ જો બાયડનને અભિનંદન પાઠવ્યા, ફોન પર અનેક મુદ્દાઓને લઇ ચર્ચા

વડાપ્રધાન મોદીએ અમેરિકાના નવા રાષ્ટ્રપતિ જો બાયડનને ફોન કરી અભિનંદન પાઠવ્યા હતાં. વડાપ્રધાન મોદીએ આ જાણકારી ટ્વીટ કરી આપી હતી. મંગળવારે મોડી રાત્રે 2 ટ્વીટ કરી નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે તેઓએ નવ નિર્વાચિત પસંદગી પામેલા ઉપરાષ્ટ્રપતિ કમલા હેરિસને પણ અભિનંદન પાઠવ્યા છે.

વડાપ્રધાન મોદીએ ટ્વીટ કરી કહ્યું કે અમેરિકાના નવા પસંદગી પામેલા રાષ્ટ્રપતિ જો બાયડનને ફોન પર અભિનંદન પાઠવ્યા છે. અમે ભારત- અમેરિકાની વચ્ચેની રણનીતિ ભાગેદારીને લઈને દ્રઢ પ્રતિબદ્ધતા વાગોળી હતી. આ ઉપરાંત કોરોના મહામારી, ક્લાઈમેટ ચેન્જ અને ઈન્ડો પેસિફિક ક્ષેત્ર જેવા ભાગીદારીની પ્રાથમિક્તાઓ અને ચિંતાઓ પર પણ ચર્ચા કરી હતી.

કમલા હેરિસની ઉપલબ્ધિઓનો ઉલ્લેખ કરતા વડાપ્રધાન મોદીએ બીજુ ટ્વીટ કરી કહ્યું કે, મે નવ નિર્વાચિત ઉપરાષ્ટ્રપતિ કમલા હેરિસને પણ હાર્દિક શુભકામનાઓ પાઠવી છે. તેમની સફળતા ભારતીય અમેરિકન સમુદાયોના સભ્યો માટે બહુ ગર્વ અને પ્રેરણાનો વિષય છે. જે ભારત- અમેરિકાના સંબંધો માટે એક જબરજસ્ત સ્ત્રોત છે.

ઉલ્લેખનિય છે કે 3 નવેમ્બરના રોજ થયેલા અમેરિકન રાષ્ટ્રપતિની ચૂંટણીમાં જો બાયડનને 306 ઇલેક્ટોરિયલ વોટ સાથે જીત મેળવી હતી. જ્યારે ડોનાલ્ડ ટ્રમ્પને 232 વોટ મળ્યા હતાં. જોકે ટ્રમ્પ પોતાની હાર સ્વીકારવા તૈયાર નથી. તેઓ સતત કહી રહ્યાં છે કે આ ચૂંટણી તેઓ જીત્યા છે. ટ્રમ્પે પેનસિલ્વેનિયા, નેવાદા, મિશિગન, જોર્જિયા અને એરિજોના સહિત અનેક રાજ્યોમાં ચૂંટણીના પરિણામોને પડકાર ફેંક્યો છે. આ તકે ટ્રમ્પે વિસ્કોન્સિનમાં ફરી ગણતરીની માગ કરી છે. જો કે તેમણે કરેલા ગડબડીના આક્ષેપને સમર્થન આપતા કોઈ પુરાવા મળ્યા નથી.

Leave a Reply

Your email address will not be published.