///

વડાપ્રધાન મોદીએ FICCIની 93મી વાર્ષિક સભાનું ઉદ્ધાટન કર્યુ, ખેડૂતો અંગે કર્યો ઉલ્લેખ

વડાપ્રધાન મોદીએ આજે ભારતીય વાણિજ્ય અને ઉદ્યોગ ફેડરેશન ( FICCI )ની ​​93મી વાર્ષિક સામાન્ય સભા (AGM) વાર્ષિક પરિષદનું ઉદઘાટન કર્યું હતું. આ સભાનું આયોજન ડિજિટલ રીતે કરવામાં આવ્યું હતું. જેમાં તેઓએ ખેડૂતો વિશે અને કોરોનાની મહામારી વિેશે કેટલીક મહત્વની વાત કરી હતી.

વડાપ્રધાન મોદીએ કૃષિ સુધારાની ચર્ચા કરતા કહ્યુ કે, નવા કૃષિ સુધારાથી ખેડૂતોને ફાયદો થવાનો છે. વધુમાં વડાપ્રધાન મોદીએ કહ્યું કે, કૃષિ સાથે જોડાયેલા તમામ દીવાલોને હટાવી રહ્યાં છે. નવા કૃષિ કાયદાથી ખેડૂતોને નવી બજાર મળશે. નવા કૃષિ કાયદાથી ખેડૂતોની આવક વધશે. કૃષિ ક્ષેત્રમાં રોકાણથી ખેડૂતોને ખુબ ફાયદો થશે. તેમને નવા વિકલ્પ મળશે, નવી બજાર ખુલશે.

વડાપ્રધાન મોદીએ ઉદ્યોગપતિઓને સંબોધિત કરતા કહ્યું હતું કે, મહામારીના સમયમાં ભારતે નાગરિકોના જીવનને સર્વોચ્ચ પ્રાથમિકતા આપી. તેમણે કહ્યું કે, કોરોના કાળ દરમિયાન ભારતે જે નિર્ણય લીધા તેણે દુનિયાને ચકિત કરી દીધા છે.

વડાપ્રધાન મોદી એફઆઇસીસીઆઈના આ સંબોધનમાં કૃષિ કાયદાઓ વિરુદ્ધ ખેડૂતોની કામગીરી અંગે પણ પોતાનો મત વ્યક્ત કર્યો હતો. આ અગાઉ વડાપ્રધાન મોદી કૃષિ કાયદાને લઇને પણ તરફદારી કરી ચુક્યા છે. 30 નવેમ્બરના રોજ વડાપ્રધાન મોદીએ કહ્યું કે નવા કૃષિ સુધારા સાથે ખેડૂતને હવે નવા વિકલ્પો મળી ગયા છે અને છેતરપિંડી દ્વારા છેતરપિંડીને પણ કાયદેસરની સુરક્ષા મળી છે.

વડાપ્રધાને તે બાદ કહ્યું હતું કે જો ખેડૂતને કોઈ ખરીદદાર મળે જે ખેતરમાંથી સીધો જ ઉત્પાદન મેળવે, જે પરિવહનથી લઇને લોજિસ્ટિક્સ સુધીની દરેક વસ્તુનું સંચાલન કરે અને સારી કિંમતો આપે, તો શું ખેડુતોને આ આઝાદી મળવી જોઈએ કે નહીં?

તેઓએ કહ્યું હતું કે જો સરકારનો નિર્ણય અગાઉ કોઇને પસંદ ન આવે તો તેનો વિરોધ કરવામાં આવ્યો હતો. પરંતુ છેલ્લા કેટલાક સમયથી વિરોધનો આધાર આશંકાઓ બની રહી છે. હજુ જે બન્યું નથી તે અંગે મૂંઝવણ ફેલાયેલી છે, જે ક્યારેય નહીં થાય. કૃષિ કાયદામાં પણ આવું જ થઈ રહ્યું છે.

આ કાર્યક્રમમાં વિશ્વભરના 10 હજારથી વધુ પ્રતિનિધિઓ ભાગ લઈ રહ્યા છે. ત્રણ દિવસ ચાલેલી આ વર્ચુઅલ મીટીંગમાં ઘણા કેન્દ્રીય પ્રધાનો, અમલદારો, ઉદ્યોગ નેતાઓ, રાજદ્વારીઓ, આંતરરાષ્ટ્રીય નિષ્ણાંતો ભાગ લઈ રહ્યા છે.

Leave a Reply

Your email address will not be published.