/////

વડાપ્રધાન મોદીએ જંગલ સફારી પાર્ક અને એકતા ક્રુઝનું કર્યુ લોકાર્પણ

વડાપ્રધાન મોદીએ આજે શુક્રવારે કેવડિયામાં કેટલીક યોજનાઓની શરૂઆત કરી હતી. વડાપ્રધાન બે દિવસીય ગુજરાત પ્રવાસે છે, ત્યારે તેઓએ આરોગ્ય વન, ન્યૂટ્રિશન પાર્ક, જંગલ સફારી સહિત કેટલીક યોજનાઓને દેશને સમર્પિત કરી હતી.

વડાપ્રધાન મોદીએ સરદાર પટેલ પ્રાણી ઉદ્યાનના ઉદ્ધાટન બાદ એકતા ક્રુઝ સેવાનું લોકાર્પણ કર્યું હતું. જેમાં વડાપ્રધાન મોદી, રાજ્યપાલ અને મુખ્યપ્રધાને ક્રુઝમાં સવારી કરીને મજા માણી અને નિરીક્ષણ કર્યું હતું. વડાપ્રધાન મોદીએ ‘એકતા ક્રૂઝ સર્વિસ’ને ખુલ્લી મુકી હતી. શ્રેષ્ઠ ભારત ભવનથી કેવડિયામાં સ્ટેચ્યુ ઓફ યુનિટી સુધીની ફેરી બોટ સર્વિસ શરૂ કરાઇ છે.

વડાપ્રધાન મોદી 2 દિવસિય ગુજરાત પ્રવાસે છે ત્યારે વડાપ્રધાન મોદી કેવડિયામાં જંગલ સફારીનું ઉદ્ધાટન કર્યું હતું. ઉદ્ધાટન બાદ તેઓ જંગલ સફારીનું નિરીક્ષણ કરવા માટે પહોંચ્યા હતાં. વડાપ્રધાનની સાથે રાજ્યપાલ અને મુખ્યપ્રધાન પણ હાજર રહ્યા હતાં.

મહત્વનું છે કે આ જંગલ સફારી 375 એકરમાં પથરાયેલું છે. જંગલ સફારી 7 ઝોનમાં બનાવાયુ છે. જેમાં દેશ-વિદેશના પશુ-પક્ષીઓ રાખવામાં આવ્યા છે. 1500 જેટલા પશુ-પક્ષીઓ જંગલ સફારીમાં છે. 29 પ્રાણીઓ માટે ખાસ નિયત વિસ્તાર પણ તૈયાર કરાયો છે.

આ પહેલા મોદીએ આરોગ્ય વનનું લોકાર્પણ કર્યું અને ત્યારબાદ 17 એકરમાં ફેલાયેલા આરોગ્ય વનની મુલાકાત લઇને તેના વિશે જાણકારી મેળવી હતી. ત્યારબાદ મોદીએ એકતા મોલ અને ચિલ્ડ્રન ન્યૂટ્રિશિયન પાર્ક લોકાર્પણ કર્યું હતું. આ તકે મુખ્યપ્રધાન વિજય રૂપાણી અને રાજ્યપાલ આચાર્ય દેવવ્રત તેમની હાજર રહ્યાં હતાં.

વડાપ્રધાન મોદી કેવડિયામાં રાત્રિ રોકાણ કરશે

વડાપ્રધાન મોદી આવતીકાલે 31 ઓક્ટોબરે રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણીમાં ભાગ લેશે અને 2 દિવસ દરમિયાન 17 પ્રોજેક્ટનું લોકાર્પણ કરશે, જેને પગલે કેવડિયા પોલીસ છાવણીમાં ફેરવાયું છે. વડાપ્રધાન મોદી કેવડિયામાં રાત્રિ રોકાણ કરશે, જેને પગલે ગુપ્તચર એજન્સીઓ સતર્ક બની ગઇ છે. કેન્દ્રીય દળની ટુકડીઓ, NSG, CISF, NDRF, CRPF, ગુજરાત પોલીસ અને જમ્મુ-કાશ્મીર પોલીસ આવતીકાલે કેવડિયા ખાતે એકતા પરેડ કરશે.

Leave a Reply

Your email address will not be published.