/

વડાપ્રધાન મોદીએ ઉત્તરપ્રદેશને આપી મોટી ભેટ, લાખો લોકોને મળશે પીવાનું ચોખ્ખુ પાણી

વડાપ્રધાન મોદીએ આજે રવિવારે ઉત્તર પ્રદેશના સોનભદ્ર અને મિર્ઝાપુર માટે 23 ગ્રામીણ પાઈપ પેયજળ પ્રોજેક્ટ્સનો શિલાન્યાસ કર્યો હતો. વડાપ્રધાન મોદીએ વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા આ પ્રોજેક્ટ્સનો શિલાન્યાસ કર્યો હતો. આ તકે મુખ્યપ્રધાન યોગી જનપદ સોનભદ્રથી આ આયોજનમાં સામેલ થયા હતાં. લગભગ 5500 કરોડના ખર્ચે આ યોજનાઓથી લગભગ 42 લાખની વસ્તીને પીવાનું શુદ્ધ પાણી ઉપલબ્ધ કરાવવામાં આવશે. પીવાના પાણીની સમસ્યા ઝેલી રહેલા વિંધ્ય ક્ષેત્રના લોકોને આ પ્રોજેક્ટ શરૂ થવાથી ઘણો લાભ થશે.

આ અવસર પર વડાપ્રધાન મોદીએ કહ્યું કે આવનારા સમયમાં જ્યારે અહીંના 3 હજાર ગામડાઓ સુધી પાઈપથી પાણી પહોંચશે તો 40 લાખથી પણ વધુ લોકોના જીવન બદલાઈ જશે. તેનાથી યુપીના, દેશના દરેક ઘર સુધી પીવાનું પાણી પહોંચાડવાના સંકલ્પને પણ શક્તિ મળશે. આજે જે પ્રકારે ઉત્તર પ્રદેશમાં એક પછી એક યોજનાઓ લાગુ થઈ રહી છે તેનાથી યુપીની, અહીંની સરકારની તથા અહીંના સરકારી કર્મચારીઓની છબી સંપૂર્ણ રીતે બદલાઈ રહી છે.

વડાપ્રધાને વધુમાં કહ્યું કે આ દરમિયાન દેશમાં 2 કરોડ 60 લાખથી વધુ પરિવારોને તેમના ઘરોમાં નળથી શુદ્ધ પાણી પહોંચાડવાની વ્યવસ્થા કરાઈ છે. જેમાંથી લાખો પરિવાર ઉત્તર પ્રદેશના પણ છે. જળ જીવન મિશન હેટળ ઘરે ઘરે પાઈપથી પાણી પહોંચાડવાના કારણે આપણી માતાઓ અને બહેનોનું જીવન સરળ થઈ રહ્યું છે. જેનો એક મોટો લાભ ગરીબ પરિવારોના સ્વાસ્થ્યને પણ થયો છે. તેનાથી ગંદા પાણીથી થનારી અનેક બીમારીઓ ઓછી થઈ છે.

વડાપ્રધાન મોદીએ કહ્યું કે સરકાર એક સાથીની જેમ, એક સહાયકની જેમ તમારી સાથે છે. પીએમ આવાસ યોજના હેઠળ ગરીબોને જે પાક્કા મકાન મળી રહ્યા છે, તેમાં પણ આ જ સોચ પ્રદર્શિત થાય છે. કયા વિસ્તારમાં કેવું ઘર હશે, પહેલાની જેમ હવે તે દિલ્હીમાં નક્કી થતું નથી. જ્યારે પોતાના ગામના વિકાસ માટે, પોતાને નિર્ણય લેવાની સ્વતંત્રતા મળે છે, તે નિર્ણયો પર કામ થાય છે, તો તેનાથી ગામના દરેક વ્યક્તિનો આત્મવિશ્વાસ વધે છે. આત્મનિર્ભર ગામ, આત્મનિર્ભર ભારતના અભિયાનને બળ મળે છે.

તેમણે કહ્યું કે જ્યારે વિંધ્યાચળના હજારો ગામમાં પાઈપથી પાણી પહોંચશે, તો તેનાથી પણ આ વિસ્તારના માસૂમ બાળકોના સ્વાસ્થ્ય સુધરશે. તેમનો શારીરિક અને માનસિક વિકાસ વધુ સારો થશે. દેશના બાકીના ગામોની જેમ આ વિસ્તારમાં પણ વીજળીની ખુબ મોટી સમસ્યા હતી. આજે આ વિસ્તાર સૌર ઉર્જાના ક્ષેત્રમાં દુનિયામાં અગ્રણી બની રહ્યો છે. ભારતનું મહત્વનું કેન્દ્ર છે. મિર્ઝાપુરનો સૌરઉર્જા પ્લાન્ટ અહીંના વિકાસનો નવો અધ્યાય લખી રહ્યો છે.

વડાપ્રધાન મોદીએ કહ્યું કે આજે સબકા સાથ, સબકા વિકાસ, સબકા વિશ્વાસ આ મંત્ર દેશના દરેક ભાગમાં દેશના દરેક નાગરિકના વિશ્વાસનો મંત્ર બની ગયો છે. આજે દેશના દરેક વ્યક્તિ, દરેક વિસ્તારને લાગે છે કે તેના સુધી સરકાર પહોંચી રહી છે અને તેઓ પણ દેશના વિકાસમાં ભાગીદાર છે.

આ પેયજળ પ્રોજેક્ટ્સને 2 વર્ષમાં પૂરા કરવાનો લક્ષ્યાંક રખાયો છે. આ તમામ ગામમાં ગ્રામ જળ અને સ્વચ્છતા સમિતિઓ તથા જળ સમિતિઓની રચના કરવામાં આવી છે. જેનું સંચાલન અને દેખરેખની જવાબદારી તેમના ખભે છે.

Leave a Reply

Your email address will not be published.