//////

વડાપ્રધાન મોદીએ સી-પ્લેનની સેવા કરી શરૂ, અમદાવાદથી દિલ્હી જવા રવાના

વડાપ્રધાન મોદીનો ગુજરાત પ્રવાસનો આજે બીજો દિવસ છે. ત્યારે વડાપ્રધાન મોદીના હસ્તે કેવડીયાથી સી-પ્લેનનું ઉદ્ધાટન કરવામાં આવ્યું છે. જેમાં સી-પ્લેન દ્વારા વડાપ્રધાન કેવડિયાથી અમદાવાદ ખાતે આવી પહોંચ્યાં હતાં. ત્યારબાદ તેઓ અમદાવાદ સાબરમતી નદીમાં ઉતર્યા હતાં. આ સાથે જ સાબરમતી રિવરફ્રન્ટથી કેવડિયા વચ્ચે સી પ્લેનની સેવા શરૂ થઇ ગઇ છે.

વડાપ્રધાન મોદીના સ્વાગત માટે રાજ્યપાલ, મુખ્યપ્રધાન, ગૃહપ્રધાન સાબરમતી રિવરફ્રન્ટ ખાતે પહોંચ્યા હતા.

આજથી સી-પ્લેન સેવાનો પ્રારંભ

વડાપ્રધાન મોદીએ કેવડીયાથી સી-પ્લેન સેવાનો પ્રારંભ કર્યો છે. દેશમાં સૌ પ્રથમ સી-પ્લેન સેવા શરૂ કરી હતી. જેમાં સ્ટેચ્યુ ઓફ યુનિટી (SOU)ને જોવા લોકો સી-પ્લેનમાં જઇ શકશે. વડાપ્રધાને આ તકે કહ્યું હતુ કે આ યોજનાથી રોજગારીની નવી તકો ઉભી થશે. આ વચ્ચે PM મોદીએ ગુજરાત સરકાર અને જનતાને અભિનંદન પાઠવ્યાં હતાં.

વડાપ્રધાન મોદીએ પોતાના સંબોધનમાં કહ્યું કે 2014માં એકતા દિવસની ઉજવણીની શરૂઆત કરવામાં આવી હતી. દેશવાસીઓએ એક ભારત શ્રેષ્ઠ ભારતના સંકલ્પ પૂર્ણ કર્યો છે. SOU વિસ્તારમાં અનેક પ્રોજેક્ટના લોકાર્પણ કર્યા. આ વિસ્તાર નવા ભારતનું તીર્થસ્થળ બન્યું. PMએ કહ્યું કે નર્મદા તટ વિશ્વ ટુરિઝમમાં આગવું સ્થાન ધરાવશે.

ઉલ્લેખનિય છે કે આ પહેલા વડાપ્રધાન મોદીએ સંબોધનમાં સરદાર પટેલની જન્મજયંતિની શુભકામના પાઠવી હતી.

Leave a Reply

Your email address will not be published.