/////

વડાપ્રધાન મોદી ચાંગોદરના હેલિપેડ પરથી હૈદરાબાદ રવાના

આજે વડાપ્રધાન મોદી દ્વારા ત્રણ શહેરોમાં કોરોના વેક્સિનના પ્રોડક્શનનું રિવ્યૂ કરવામાં આવશે. ત્યારે વડાપ્રધાન મોદી સૌથી પહેલા અમદાવાદ ગયા હતા. અમદાવાદમાં તેમણે ઝાયડ્સ બાયોટેક પાર્કની મુલાકાત કરી હતી.

આ દરમિયાન તેમણે વૈજ્ઞાનિકો સાથે કોરોના વેક્સિનને લઈને ચર્ચા કરી હતી. ત્યારે હવે વડાપ્રધાન મોદી હૈદરાબાદ રવાના થયા છે. અહીંયા તેઓ લગભગ 1.30 કલાકની આસપાસ ભારત બાયોટેકના પ્લાન્ટની મુલાકાત લેશે અને ત્યારબાદ 4.30 વાગ્યે પુણેની સીરમ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયા જશે.

ઝાયડ્સના પ્લાન્ટમાં વડાપ્રધાન મોદીએ PPE કીટ પહેરીને કોરોનાની ટ્રાયલ વૅક્સિનનું નિરિક્ષણ કર્યું હતું. તેઓ અહીં એક કલાક જેટલું રોકાયા હતાં. ત્યારબાદ ચાંગોદર હેલિપેડ પરથી વાયુસેનાના હેલિકોપ્ટર દ્વારા હૈદરાબાદ જવા રવાના થયાં હતાં.

Leave a Reply

Your email address will not be published.