//////

વડાપ્રધાન મોદીએ કેશુભાઇ પટેલના નિવાસ સ્થાને પહોંચી શ્રદ્ધાંજલિ પાઠવી

વડાપ્રધાન મોદી ગુજરાતના બે દિવસના પ્રવાસે છે. વડાપ્રધાન અમદાવાદ એરપોર્ટ પર આશરે સવારે 9.40 કલાકે પહોંચી ગયા હતાં. જ્યાં તેમનું પ્રોટોકોલ મુજબ સ્વાગત કરવામાં આવ્યું હતું. વડાપ્રધાન મોદીનું સ્વાગત કરવા માટે ગુજરાતના રાજ્યપાલ, મુખ્યપ્રધાન રૂપાણી અને ભાજપના નેતાઓ એરપોર્ટ પહોંચ્યા હતા. ત્યાંથી તેઓ સીધા ગાંધીનગર જવા રવાના થયા હતાં. વડાપ્રધાન મોદીએ ગાંધીનગર ગુજરાતના ભૂતપૂર્વ મુખ્યપ્રધાન કેશુભાઈ પટેલના નિવાસ સ્થાને પહોંચી શ્રદ્ધાંજલી પાઠવી છે. કેશુભાઈ પટેલના પરિવારજનોને મળી તેમને સાંત્વના પાઠવી હતી.

વડાપ્રધાન મોદી નરેશ કનોડિયા અને મહેશ કનોડિયાના પરિવારને મળી શ્રદ્ધાંજલી પાઠવશે. આ ઉપરાંત તેઓ તેમની માતા હિરાબાને પણ મળી શકે છે.

ઉલ્લેખનિય છે કે વડાપ્રધાન મોદીના ગુજરાત પ્રવાસમાં કેશુભાઇ પટેલના નિધનને કારણે છેલ્લી ઘડીએ ફેરફાર કરવામાં આવ્યો હતો. આ પહેલા કાર્યક્રમ મુજબ વડાપ્રધાન મોદી પહેલા કેવડિયા જવાના હતાં.

મહત્વનું છે કે વડાપ્રધાન મોદી કેવડીયા ખાતે 17 યોજનાઓનું લોકાર્પણ કરશે. જેમાં સી પ્લેનનો પણ સમાવેશ છે.

Leave a Reply

Your email address will not be published.