///

અસમ : PM મોદીની ભાવનાત્મક અપીલ – એક ચાવાળો તમારા દુખને નહીં સમજે તો કોણ સમજશે

અસમ વિધાનસભા ચૂંટણીને લઈને દરેક પાર્ટીઓ અહીં ચૂંટણી પ્રચાર કરી રહી છે. ત્યારે શનિવારે અસમના ચબુઆમાં વડાપ્રધાન મોદીએ રેલીને સંબોધન કર્યું છે. ત્યારે આ રેલી દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લોકોને ભાવનાત્મક અપીલ કરતા કહ્યું કે, એક ચાવાળો તમારા દર્દને નહીં સમજે તો કોણ સમજશે. પીએમ મોદીએ કહ્યું- હું તમને વિશ્વાસ અપાવુ છું કે NDA સરકાર ચાના બગીચામાં કામ કરતા શ્રમિકોના જીવનને સારૂ બનાવવા પ્રયાસ કરશે.

PM મોદીએ વિપક્ષી દળો પર હુમલો કરતા કહ્યું કે, કોંગ્રેસે તે પાર્ટીઓ સાથે હાથ મિલાવી લીધો છે જે અસમની સંસ્કૃતિ અને વારસા માટે ખતરો છે. અસમના દરેક ભાગનો વિકાસ ભાજપ સરકારની પ્રાથમિકતા છે. અમે રાજ્યની સંસ્કૃતિ અને વારસાને સુરક્ષિત રાખવા પ્રત્યે સંકલ્પબદ્ધ છીએ.

વડાપ્રધાન મોદીએ કહ્યું કે, કોંગ્રેસ અસમની જનતાથી દૂર ચાલી ગઈ છે. થોડા દિવસ પહેલા તેમણે શ્રીલંકાનો ફોટો શેર કરતા જણાવ્યું કે, આ અસમ છે. આ અસમની સુંદરતા પ્રત્યે અન્યાય અને અપમાન છે.

તેમણે વધુમાં કહ્યું કે, મને તે જોઈને દુખ થઈ રહ્યુ છે કે જે કોંગ્રેસ પાર્ટીએ દેશ પર 50-55 વર્ષ સુધી રાજ કર્યું, તેણે તે લોકોનું સમર્થન કર્યુ જે ભારતની ચાની છબીને બરબાદ કરી દેવા ઈચ્છતા હતા. શું તમે તે પાર્ટીને માફ કરશો? શું તેને સજા મળવી જોઈએ કે નહીં?

વડાપ્રધાન મોદીએ કહ્યું કે, અસમની ચાને બદનામ કરવા માટે ટૂલકિટ સર્કુલેટ કરવામાં આવી. કોંગ્રેસ પાર્ટીએ તે ટૂલકિટ બનાવનારનું સમર્થન કર્યુ અને ત્યારબાદ અસમમાં મત માગવાનું તેને સાહસ છે. શું આપણે તેને ભૂલી શકીએ?

Leave a Reply

Your email address will not be published.