વડાપ્રધાન મોદીનો ગુજરાત પ્રવાસનો આજે બીજો દિવસ છે. ત્યારે વડાપ્રધાન મોદીના હસ્તે કેવડીયાથી સી-પ્લેનનું ઉદ્ધાટન કરવામાં આવ્યું છે. જેમાં સી-પ્લેન દ્વારા વડાપ્રધાન કેવડિયાથી અમદાવાદ ખાતે આવી પહોંચ્યાં છે. જ્યાં મુખ્યપ્રધાન વિજય રૂપાણી, ગૃહપ્રધાન પ્રદિપસિંહ જાડેજા સહિતના નેતાઓ ઉપસ્થિત રહીને વડાપ્રધાનનું સ્વાગત કર્યુ હતું.
Gujarat: PM Narendra Modi arrives at Sabarmati riverfront on the first seaplane flight from Kevadia https://t.co/xxPDIJRYQz pic.twitter.com/CPC1ime8gq
— ANI (@ANI) October 31, 2020
વડાપ્રધાન મોદી રીવરફ્રન્ટ પર બનાવામાં આવેલા એરોડ્રામની મુલાકાત લેશે.
આજથી સી-પ્લેન સેવાનો પ્રારંભ
વડાપ્રધાન મોદીએ કેવડીયાથી સી-પ્લેન સેવાનો પ્રારંભ કર્યો છે. દેશમાં સૌ પ્રથમ સી-પ્લેન સેવા શરૂ કરી હતી. જેમાં સ્ટેચ્યુ ઓફ યુનિટી (SOU)ને જોવા લોકો સી-પ્લેનમાં જઇ શકશે. વડાપ્રધાને આ તકે કહ્યું હતુ કે આ યોજનાથી રોજગારીની નવી તકો ઉભી થશે. આ વચ્ચે PM મોદીએ ગુજરાત સરકાર અને જનતાને અભિનંદન પાઠવ્યાં હતાં.
SOU વિસ્તારમાં અનેક પ્રોજેક્ટના લોકાર્પણ
વડાપ્રધાન મોદીએ પોતાના સંબોધનમાં કહ્યું કે 2014માં એકતા દિવસની ઉજવણીની શરૂઆત કરવામાં આવી હતી. દેશવાસીઓએ એક ભારત શ્રેષ્ઠ ભારતના સંકલ્પ પૂર્ણ કર્યો છે. SOU વિસ્તારમાં અનેક પ્રોજેક્ટના લોકાર્પણ કર્યા. આ વિસ્તાર નવા ભારતનું તીર્થસ્થળ બન્યું. PMએ કહ્યું કે નર્મદા તટ વિશ્વ ટુરિઝમમાં આગવું સ્થાન ધરાવશે.
ઉલ્લેખનિય છે કે આ પહેલા વડાપ્રધાન મોદીએ સંબોધનમાં સરદાર પટેલની જન્મજયંતિની શુભકામના પાઠવી હતી.