//

જો બાઇડન અને કમલા હેરિસને વડાપ્રધાન મોદીએ પાઠવી શુભેચ્છા

અમેરિકાની રાષ્ટ્રપતિ ચૂંટણીમાં ડેમોક્રેટ પાર્ટીના નેતા બાઈડને રિપબ્લિકન પાર્ટીના પ્રતિસ્પર્ધી ડોનાલ્ડ ટ્રમ્પને હાર આપી છે. આ સાથે જ ડેમોક્રેટ પાર્ટીના ઉમેદવાર જો બાઈડન અમેરિકાના 46માં રાષ્ટ્રપતિ બનશે. આ ઉપરાંત કમલા હેરિસ અમેરિકાની પ્રથમ મહિલા ઉપરાષ્ટ્રપતિ બનશે.

વડાપ્રધાન મોદીએ જો બાઈડનને પાઠવ્યા અભિનંદન

વડાપ્રધાન મોદીએ બાઈડનને અભિનંદન પાઠવ્યા હતાં. આ તકે વડાપ્રધાન મોદીએ કહ્યું કે, અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ રહેતી વખતે તમે ભારત- અમેરિકા સંબંધોને મજબૂત બનાવવા માટે પ્રશંસનીય કામગીરી કરી છે. હું તમારી સાથે મળીને બન્ને દેશોના સંબંધને નવી ઊંચાઈ પર લઈ જવા માટે તૈયાર છું.

વડાપ્રધાન મોદીએ કમલા હેરિસને પાઠવ્યા અભિનંદન

વડાપ્રધાન મોદીએ ટ્વિટમાં અમેરિકાના ઉપ રાષ્ટ્રપતિ તરીકે ચૂંટાયેલા કમલા હેરિસને પણ જીતની શુભકામના પાઠવી હતી. આ તકે કમલા હેરિસની જીતને ભારતીય-અમેરિકીઓ માટે ગર્વ ગણાવ્યો છે.

Leave a Reply

Your email address will not be published.