///

વડાપ્રધાન મોદીએ વિપક્ષ પર કર્યા આકરા પ્રહારો, કહ્યું…

આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કિસાન સમ્માન નિધિ યોજનાનો નવો હપ્તો ઈસ્યુ કર્યો છે. આ સાથે જ તેમણે 9 કરોડ ખેડૂતોના ખાતામાં 18 હજાર કરોડ રૂપિયા પણ ટ્રાન્સફર કર્યા છે. આ દરમિયાન PM મોદીએ પોતાના સંબોધનમાં વિપક્ષ પર આકરા પ્રહાર કર્યા છે. જેમાં વડાપ્રધાને ખેડૂતોને નવા કૃષિ કાયદા પર ગેરમાર્ગે દોરવાનો આરોપ લગાવ્યો છે.

PM મોદીએ જણાવ્યું કે, આજે નવા કૃષિ સુધારાને લઈને અનેક જૂઠ્ઠાણા ચલાવાઈ રહ્યાં છે. કેટલાક લોકો ખેડૂતો વચ્ચે ભ્રમની સ્થિતિ સર્જી રહ્યાં છે કે, MSP સમાપ્ત કરવામાં આવી રહી છે. કેટલા લોકો અફવા ફેલાવી રહ્યાં છે કે, APMC બંધ કરી દેવામાં આવશે. હું તમને સ્પષ્ટ કરવા માંગુ છું કે, આ કાયદા લાગૂ થયા અનેક મહિના વીત્યા છતાં તમે ક્યાંય કોઈ APMC બંધ થવાના સમાચાર સાંભળ્યા?

વડાપ્રધાને કહ્યું કે, આ કૃષિ સુધારા દ્વારા અમે ખેડૂતોને ઉત્તમ વિકલ્પ આપ્યાં છે. આ કાયદા બાદ તમે ગમે ત્યાં ગમે તેને તમારો પાક વેચી શકો છે. જ્યાં તમને યોગ્ય કિંમત મળે, ત્યાં તમે પાક વેચી શકો છે. તમે MSP પર તમારો પાક વેચવા માંગો, તો પણ તમારો પાક વેચી શકો છો. તમે અન્ય રાજ્યોમાં તમારો પાક વેચવા માંગો, તો પણ વેચી શકો છે. તમે બિસ્કિટ, ચિપ્સ, જામ જેવા અન્ય કન્ઝ્યૂમર ઉત્પાદકોની વૈલ્યુ ચેનનો ભાગ પણ બની શકો છે.

Leave a Reply

Your email address will not be published.