///

વડાપ્રધાન મોદીની મુખ્યપ્રધાનો સાથે હાઇલેવલ બેઠક શરૂ

વડાપ્રધાન મોદીએ આજે મંગળવારે રાજ્યોમાં કોરોનાની સ્થિતિને લઇને રાજ્યો તથા કેન્દ્ર શાસિત પ્રદેશોના મુખ્યપ્રધાન સાથે વાતચીત કરી રહ્યાં છે.

કોરોનાના સંક્રમણને લઈને વડાપ્રધાન મોદીએ હાઇલેવલ બેઠક ચાલુ છે. જેમાં મુખ્યપ્રધાન રૂપાણીએ ગુજરાતમાં RT-PCR ટેસ્ટ ત્રણ ગણા કરાયા હોવાની માહિતી આપી હતી. આ સાથે રાજ્યમાં કોરોના અંગેની કામગીરીના તમામ પગલાથી માહિતગાર કર્યા હતાં. મહત્વનું છે કે પંજાબના મુખ્યપ્રધાન કેપ્ટન અમરિંદર બેઠકમાં હાજર નહોંતા રહ્યાં.

રાજસ્થાનના મુખ્યપ્રધાન અશોક ગહેલોતે જણાવ્યું કે હવે રાજ્યમાં 100 ટકા RT-PCR ટેસ્ટ થઈ રહ્યા છે. કોરોનાના તમામ નિયમોનું પાલન કરાવાઈ રહ્યું છે. રાત્રિ કરર્ફ્યુ પણ લાદ્યો છે.

મીટિંગમાં વડાપ્રધાન મોદીએ હરિયાણાના મુખ્યપ્રધાનને કહ્યું કે અમને નંબર નહીં કોરોનાની વિરુદ્ધ રાજ્ય સરકારે ઉઠાવેલા પગલા અંગે જાણકારી આપો.

પ. બંગાળના મુખ્યપ્રધાન મમતા બેનર્જીએ કહ્યું કે કોરોનાના દર્દીની સારવાર સારી ચાલી રહી છે. તેણે વડાપ્રધાનને જીએસટીના વળતરના પૈસાની માગ કરી હતી. ત્યારે બેઠકમાં ઉદ્ધવ ઠાકરેએ કહ્યું કે ટાસ્ક ફોર્સ તૈયાર છે. જે રાજ્યોમાં કોરોનાની રસીના વિતરણ પર કામ કરી રહી છે. આ ઉપરાંત સીરમ ઈન્સ્ટીટ્યૂટના અદાર પૂનાવાલાના સંપર્કમાં છે.

વડાપ્રધાન મોદીએ આજે 8 અસરગ્રસ્ત રાજ્યોના મુખ્યપ્રધાન સાથે બેઠક કરી રહ્યા છે. જેમાં દિલ્હી, ગુજરાત, હરિયાણા, કેરળ, મહારાષ્ટ્ર, પ.બંગાળ, છત્તીસગઢ અને રાજસ્થાનનો સમાવેશ થયો છે. બેઠકમાં અમિત શાહ પણ હાજર છે. આ બાદ બપોરે 12 કલાકે વડાપ્રધાન બાકીના રાજ્યોના મુખ્યપ્રધાન સાથે ચર્ચા કરશે. ઉલ્લેખનીય છે કે વડાપ્રધાન બાદ અમિત શાહ પોતાની વાત રજૂ કરી હતી. આ તકે અમિત શાહે કહ્યું કે યુરોપ- અમેરિકામાં ફરી કેસ વધી રહ્યા છે. ત્યારે સાવધાન રહેવાની જરુર છે. અમિત શાહે રાજ્યોને સોશિયલ ડિસ્ટન્સિંગ અને માસ્કને ફરજિયાત કરવા પર ભાર મૂક્યો છે. શાહ બાદ સ્વાસ્થ્ય સચિવે આગામી દિવસોની જાણકારી આપતા કહ્યું કે દિલ્હી, કેરળ, મહારાષ્ટ્ર અને રાજસ્થાનને સાવધાની રાખવી પડશે.

બેઠકમાં દિલ્હીના મુખ્યપ્રધાન કેજરીવાલે કેન્દ્ર પાસે રાજધાનીમાં 1 હજાર આઈસીયુ બેડની માગ કરી છે. મુખ્યપ્રધા અરવિંદ કેજરીવલે કહ્યું કે દિલ્હીમાં કોરોનાની ત્રીજી લહેર પ્રદૂષણને કારણે છે. તેઓએ વડાપ્રધાાનને પરાલી સળગાવવાના મામલામાં દખલ કરવાની માગ કરી છે. કેજરીવાલે વડાપ્રધાનને જણાવ્યું કે, 10 નવેમ્બર બાદ રાજ્યમાં કોરોનાની ત્રીજી લહેર શરુ થઈ છે. 10 નવેમ્બરે દિલ્હીમાં 8600 કોરોનાના કેસ આવ્યા હતાં અને તે બાદ તે ઘટી રહ્યા હતાં. તેમણે કહ્યું ત્રીજી લહેરનું કારણ પ્રદૂષણ છે.

કોરોનાની રસીને લઈને સરકારે રોડમેપ લગભગ તૈયાર કરી દીધો છે. સૂત્રોના જણાવ્યાં અનુસાર કોઈ પણ રસી ઉપલબ્ધ થયા બાદ લગભગ 1 કરોડ ફ્રન્ટલાઈન હેલ્થ વર્કર્સને કોરોનાની પહેલી રસીનો ડોઝ આપવામાં આવશે. કોરોનાની સ્થિતીને જોતા વડાપ્રધાન મોદી વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા રાજ્યો તથા કેન્દ્રશાસિત પ્રદેશોના મુખ્યપ્રધાનો સાથે બેઠક શરુ છે.

છત્તીસગઢના મુખ્યપ્રધાન ભૂપેશ બધેલ પણ સામેલ છે. તેઓએ ટ્વિટર પર એક ફોટો શેર કર્યો છે.

કોરોનાની રસીની તૈયારી એડવાન્સ સ્ટેજ પર પહોંચી ચૂકી છે. મળતી માહિતી મુજબ રાજ્યોનો પણ સારો રિસ્પોન્સ મળી રહ્યો છે. તમામ રાજ્યોના લગભગ 90 ટકા સરકારી હોસ્પિટલોને ડેટા ઉપલબ્ધ કરાવી દેવામાં આવ્યાં છે. આ ઉપરાંત ખાનગી સેક્ટરના લગભગ 56 ટકા હોસ્પિટલોને ડેટા ઉપલબ્ધ કરાવી દેવાયા છે.

Leave a Reply

Your email address will not be published.