//

વડાપ્રધાન મોદીએ આ તમામ રાજ્યોને સ્થાપના દિવસની શુભકામના પાઠવી

વડાપ્રધાન મોદીએ રવિવારે મધ્યપ્રદેશ, કેરળ અને આંધપ્રદેશ રાજ્યને સ્થાપના દિવસની શુભેચ્છા પાઠવી છે.

વડાપ્રધાન મોદીએ આજના દિવસે સ્થાપિત રાજ્યને શુભકામના પાઠવી છે. 1 નવેમ્બર 1956માં મધ્યપ્રદેશ, કેરળ અને આંધપ્રદેશ અસ્તિત્વમાં આવ્યા હતાં. જેના પગલે વડાપ્રધાને ટ્વીટ કરી કહ્યું કે, આ રાજ્યોના નાગરિકોએ સાર્વજનિક જીવનમાં કામયાબી મેળવી છે.

વડાપ્રધાન મોદીએ મધ્યપ્રદેશના રહેવાસીઓને સ્થાપના દિવસ પર અભિનંદન આપતાં કહ્યું કે, રાજ્યના સ્થાપના દિવસ પર મધ્ય પ્રદેશવાસીઓને ખુબ ખુબ અભિનંદન. વડાપ્રધાને કહ્યું કે, એમપી મહત્વપૂર્ણ ક્ષેત્રોમાં નોંધપાત્ર પ્રગતી કરી રહ્યું છે. તેમજ સ્વનિર્ભર ભારતના સપનાને સાકાર કરવામાં મોટો ફાળો આપી રહ્યું છે.

કેરળનાવાસીઓને રાજ્યની સ્થાપના દિવસ પર શુભકામના પાઠવતા વડાપ્રધાન મોદીએ કહ્યું કે, કેરળના શાનદાર લોકોને રાજ્ય સ્થાપના દિવસની શુભકામના. જેમણે ભારતના વિકાસમાં મહત્વનો ફાળો આપ્યો છે. કેરળની સુંદરતાએ આખી દુનિયાના સહેલાણીઓ માટે ખુબસુરત સ્થળ બનાવી દીધું છે. હું કેરળના નિયમિત વિકાસ માટે પ્રાર્થના કરૂ છું.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાજ્ય સ્થાપના દિવસ પર આંધ્રપ્રદેશના લોકોને પણ શુભેચ્છા પાઠવી છે. વડાપ્રધાન મોદીએ ટ્વીટ કરી કહ્યું કે, આંધ્રપ્રદેશના લોકો સખત મહેનત અને મિત્રતાની ભાવનાનો પર્યાય બની ગયા છે, આંધ્રપ્રદેશ રાજ્યના સ્થાપના દિન નિમિત્તે હું રાજ્યના તમામ નાગરિકો અને તેમના વિકાસને લગતી ઇચ્છાઓની શુભકામના પાઠવુ છું.

આ ઉપરાંત છતીસગઢ તથા હરિયણાના તમામ નાગરિકોને સ્થાપના દિવસની શુભકામના પાઠવી હતી.

Leave a Reply

Your email address will not be published.