/

વડાપ્રધાન મોદીએ રાજસ્થાનના પાલીમાં સ્ટેચ્યૂ ઓફ પીસનું કર્યુ અનાવરણ

વડાપ્રધાન મોદીએ જૈનાચાર્ય વિજયવલ્લભ સુરિશ્વર મહારાજની 151મી જયંતીના પ્રસંગે સ્ટેચ્યૂ ઓફ પીસનું અનાવરણ કર્યુ હતું. રાજસ્થાનના પાલી જિલ્લાના જૈતપુરામાં આવેલા વિજય વલ્લભ સાધના કેન્દ્રમાં સ્થિત આ સ્ટેચ્યૂનું અનાવરણ વીડિયો કોન્ફરન્સ દ્વારા કરવામાં આવ્યુ હતું. 151 ઇંચ લાંબુ આ સ્ટેચ્યૂ અષ્ટધાતુથી બનેલુ છે. જેમાં તાંબાનો સૌથી વધુ ઉપયોગ થયો છે.

વડાપ્રધાન મોદીએ આ પ્રસંગે કહ્યુ, “મારૂ સૌભાગ્ય છે કે મને દેશે સરદાર વલ્લભભાઇ પટેલની વિશ્વની સૌથી ઉંચી સ્ટેચ્યુ ઓફ યૂનિટીના લોકાર્પણની તક આપી હતી, આજે જૈનાચાર્ય વિજયવલ્લભની પણ સ્ટેચ્યુ ઓફ પીસના અનાવરણનું સૌભાગ્ય મને મળી રહ્યુ છે. આચાર્ય વિજયવલ્લભે શિક્ષણના ક્ષેત્રમાં ભારતને આત્મનિર્ભર બનાવવાનું અભિયાન શરૂ કર્યુ હતું.”

વિજયવલ્લભ સુરિશ્વર મહારાજે ભગવાન મહાવીરના સંદેશનો પ્રચાર કર્યો હતો. સમાજની ભલાઇ સાથે જોડાયેલા કામ, શિક્ષણ પર ભાર, સામાજિક દુષ્ટતાને હરાવવા અને પ્રેરણા આપનાર સાહિત્ય લખવમાં ભૂમિકા નીભાવી હતી, તેમણે સ્વતંત્રતા આંદોલનમાં સક્રિય યોગદાન આપવાની સાથે સ્વદેશીને પણ ભાર આપ્યો હતો. સુરિશ્વર મહારાજના પ્રયાસોથી આજે અલગ અલગ રાજ્યમાં 50 કૉલેજ, સ્કૂલ અને સ્ટડી સેન્ટર ચાલી રહ્યા છે.

Leave a Reply

Your email address will not be published.