વડાપ્રધાન મોદી ફરી એક વખત ગુજરાતના પ્રવાસે આવવાના છે. વડાપ્રધાન મોદી 28 નવેમ્બરે ગુજરાત આવશે. વડાપ્રધાન મોદી વેક્સીન અંગે ગુજરાતથી કોઇ મોટી જાહેરાત કરે તેવી સંભાવના છે.
વડાપ્રધાન મોદી આ પ્રવાસ દરમિયાન ઝાયડસ પ્લાન્ટની મુલાકાત કરશે અને ઝાયડસ કેડિલા વેક્સીનનું નિરીક્ષણ કરશે. ઝાયકોવ ડી વેક્સીનનું નિર્માણ થઈ રહ્યું છે.
ઉલ્લેખનિય છે કે આ પહેલા વડાપ્રધાન મોદી 30મી ઓક્ટોબરે ગુજરાતની બે દિવસની મુલાકાતે આવ્યા હતાં. ગુજરાત મુલાકાત દરમિયાન વડાપ્રધાન મોદીએ કેવડિયા ખાતે જંગલ સફારી, એકતા મોલ, એકતા નર્સરી, રિવર રાફટિંગ, બટરફ્લાઇ ગાર્ડન વિશ્વવન સહિત કુલ 21 પ્રોજેક્ટમાંથી 17 પ્રોજેક્ટનું લોકાર્પણ કર્યું હતું. આ ઉપરાંત તેઓ કેશુભાઈ પટેલ અને કનોડિયા બંધુઓના નિધન બાદ તેમના પરિવારજનોને સાંત્વના પાઠવવા પણ ગયા હતાં.