////

વડાપ્રધાન મોદીને અમેરિકાના સર્વોચ્ચ સન્માન ‘લીજન ઓફ મેરિટ’થી સન્માનિત કર્યા

દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીને અમેરિકા તરફથી વિશેષ સમ્માન મળ્યું છે. જેમાં PM મોદીને પ્રતિષ્ઠિત લીજન ઑફ મેરિટથી સમ્માનિત કરવામાં આવ્યાં છે. અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ભારત-અમેરિકાની કૂટનીતિક ભાગીદારીને વધારવા માટે PM મોદીને આ ખાસ સમ્માન આપ્યું છે.

અમેરિકામાં ભારતીય રાજદૂત તનરજીત સિંહ સંધૂએ PM મોદી તરફથી લીજન ઑફ મેરિટ એવોર્ડ સ્વીકાર્યો છે. અમેરિકન રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર રૉબર્ટ સી બીબેને આ જાણકારી આપી છે.

આ અંગે વિદેશ મંત્રાલયે કહ્યું છે કે, આ પુરસ્કાર PM મોદીના નેતૃત્વમાં વૈશ્વિક શક્તિના રૂપમાં ભારતના ઉદ્ધભવને માન્યતા પ્રદાન કરે છે. લીજન ઑફ મેરિટ અમેરિકન રાષ્ટ્રપતિ દ્વારા સમ્માનિત કરવામાં આવતો પ્રતિષ્ઠિત પુરસ્કાર છે. જે મોટાભાગે અન્ય દેશોના રાષ્ટ્રપતિ કે વડાપ્રધાનને આપવામાં આવે છે.

અમેરિકા નેશનલ સિક્યુરિટી કાઉન્સીલે તેમના સત્તાવાર ટ્વિટર હેન્ડલ પરથી ટ્વીટ કર્યું કે, રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ભારતીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીને અમેરિકા-ભારત વ્યૂહાત્મક ભાગીદારીને વધારવામાં તેમના નેતૃત્વ માટે લીજન ઓફ મેરિટથી સન્માનિત કર્યા. વડાપ્રધાન મોદીની જગ્યા રાજદૂત તરણજીત સંધુએ આ એવોર્ડ સ્વીકાર કર્યો.

આ અગાઉ લીઝન ઑફ મેરિટથી ઑસ્ટ્રેલિયાના PM સ્કૉટ મૉરિસન અને જાપાનના પૂર્વ PM શિંજો આબેને પણ સમ્માનિત કરવામાં આવી ચૂક્યાં છે.

Leave a Reply

Your email address will not be published.