બિહાર વિધાનસભાની ચૂંટણીમાં પ્રથમ તબક્કાનું મતદાન પૂર્ણ થઈ ગયું છે. ત્યારે હજુ પણ બે તબક્કામાં મતદાન યોજાશે. જેને લઈ બિહાર વિધાનસભા ચૂંટણીનું પ્રચાર પ્રસાર યથાવત છે. આ વચ્ચે વડાપ્રધાન મોદી આજે બિહારમાં 4 રેલીઓને સંબોધન કરશે.
બિહાર વિધાનસભા ચૂંટણીને લઇને પ્રચાર પ્રસાર ચાલી રહ્યોં છે. આ વચ્ચે વડાપ્રધાન મોદી બિહારના છપરા, સમસ્તીપુર, મોતિહારી અને બગહામાં અલગ-અલગ રેલીઓને સંબોધન કરશે.
મહત્વનું છે કે વડાપ્રધાનની ચૂંટણી સભામાં મુખ્યપ્રધાન નિતીશ કુમાર પણ સામેલ રહેશે. પ્રથમ તબક્કાનું મતદાન શાંતિપુર્ણ માહોલમાં યોજાયુ છે. ત્યારે વિધાનસભાના બીજા તબક્કા માટે રવિવાર રાત્રિના ચૂંટણી પ્રચાર પૂર્ણ થશે અને 3 નવેમ્બરના રોજ મતદાન યોજાશે.