///

વડાપ્રધાન મોદી આજે 11 કલાકે “મન કી બાત” કાર્યક્રમમાં દેશને સંબોધશે

વડાપ્રધાન મોદી આજે રવિવારે સવારે 11 કલાકે રેડિયો પર મન કી બાત કાર્યક્રમ દ્વારા દેશને સંબોધિત કરશે. રેડિયો કાર્યક્રમની આ 71મી આવૃતિ છે. મન કી બાત કાર્યક્રમને આકાશવાણી અને દુરદર્શન પર પ્રસારિત કરવામાં આવશે. આ પહેલા વડાપ્રધાન મોદીએ 25 ઓક્ટોબરના રોજ મન કી બાત કાર્યક્રમ દ્વારા લોકોને સંબોધન કર્યું હતું.

મહત્વનું છે કે સવારે 11 કલાકે ડીડી ભારત પર વડાપ્રધાન મોદી મન કી બાત કાર્યક્રમ પ્રસારિત કરવામાં આવશે. જણાવી દઇ એ કે “મન કી બાત” દર મહિનાના અંતિમ રવિવારે ઓલ ઇન્ડિયા રેડિયો પર પ્રસારિત થતો એક કાર્યક્રમ છે. જેના દ્વારા વડાપ્રધાન મોદી દેશવાસીઓ સાથે વાર્તાલાપ કરે છે.

Leave a Reply

Your email address will not be published.