//

વડાપ્રધાન મોદી ઓઇલ અને ગેસ કંપનીઓના CEO સાથે કરશે ચર્ચા

વડાપ્રધાન નરેન્દ્ર મોદી 26 ઓક્ટોબર રોજ સાંજે 5.30 કલાકે નીતિ આયોગ તેમજ પેટ્રોલિયમ અને કુદરતી વાયુ મંત્રાલયના સંયુક્ત ઉપક્રમે યોજાનારા વાર્ષિક કાર્યક્રમ દરમિયાન અગ્રણી વૈશ્વિક ઓઇલ અને ગેસ કંપનીઓના CEO સાથે ચર્ચા કરશે.

મહત્વનું છે કે ભારત સમગ્ર દુનિયામાં ત્રીજા સૌથી મોટા ક્રૂડ ઓઇલના વપરાશકાર અને ચોથા સૌથી મોટા LNG આયાતકાર તરીકે વૈશ્વિક ઓઇલ અને ગેસ ક્ષેત્રમાં મહત્વપૂર્ણ દેશ છે. વૈશ્વિક ઓઇલ અને ગેસ મૂલ્ય શ્રૃંખલામાં એક નિષ્ક્રિય વપરાશકારમાંથી એક સક્રિય અને પોતાના સ્થાનનું વજન ધરાવનાર હિતધારક તરીકે પહોંચવાની ભારતની જરૂરિયાતને સમજીને, નીતી આયોગે વૈશ્વિક ઓઇલ અને ગેસ CEOની ભારતના વડાપ્રધાન સાથે પ્રથમ બેઠક 2016માં યોજી હતી.

આ કાર્યક્રમની વૃદ્ધિ સ્પષ્ટ હતી કારણ કે અંદાજે 45-50 વૈશ્વિક CEO અને મુખ્ય હિતધારકો કે જેઓ વૈશ્વિક ઓઇલ અને ગેસ ક્ષેત્રને આકાર આપે છે તેઓ વડાપ્રધાન સાથે વાર્તાલાપ કરવા અને સમસ્યાઓ તેમજ તકો અંગે ચર્ચા કરવા માટે દર બીજા વર્ષે જોડાતા રહ્યા છે. વાર્ષિક વૈશ્વિક CEOના ચર્ચાનો પ્રભાવ જેમાં તેઓ કામ કરે છે તેમાં ચર્ચાની મહત્તા, સૂચનોની ગુણવત્તા અને ગંભીરતામાં જોવા મળ્યો.

નીતિ આયોગ તેમજ પેટ્રોલિયમ અને કુદરતી વાયુ મંત્રાલય દ્વારા યોજવામાં આવેલો આ પાંચમો કાર્યક્રમ છે. મુખ્ય ઓઇલ અને ગેસ કંપનીઓના લગભગ 45 CEO આ વર્ષે આ કાર્યક્રમમાં ભાગ લેવાના છે.

આ બેઠક પાછળનો મૂળ હેતુ શ્રેષ્ઠ આચરણો સમજવા માટે, સુધારાઓની ચર્ચા કરવા માટે અને ભારતીય ઓઇલ તેમજ ગેસ મૂલ્ય શ્રૃંખલામાં રોકાણોમાં વૃદ્ધિ કરવા માટે વ્યૂહનીતિઓ અંગે માહિતી પૂરી પાડવા માટે વૈશ્વિક મંચ પૂરો પાડવાનો છે. આ વાર્ષિક ચર્ચા તબક્કાવાર માત્ર બૌદ્ધિક ચર્ચાઓ માટે જ નહીં પરંતુ કાર્યકારી પગલાં માટે પણ સૌથી મહત્વપૂર્ણ મિલનમાંથી એક બની ગયો. દુનિયામાં ત્રીજા સૌથી મોટા ઉર્જા વપરાશકાર ભારતના વિકાસની સાથે સાથે આ કાર્યક્રમનું કદ પણ વધ્યું, જે અંતર્ગત 2030 સુધીમાં વધતી માંગને પહોંચી વળવા માટે ઓઇલ અને ગેસ ક્ષેત્રમાં 300 અબજ અમેરિકી ડૉલરથી વધુ રોકાણ આવવાની સંભાવના જોવાઇ રહી છે.

Leave a Reply

Your email address will not be published.