//

વડાપ્રધાન મોદી 26 ઓક્ટોબરના રોજ ભારત ઉર્જા મંચનું ઉદ્ઘાટન કરશે

વડાપ્રધાન મોદી 26 ઓક્ટોબરના રોજ એક મહત્વની બેઠકમાં ભાગ લેશે. ત્યારબાદ ચોથા વર્ષમાં આવી ગયેલા CERA સપ્તાહ દ્વારા ભારત ઉર્જા મંચનું ઉદ્ઘાટન કરશે.

મહત્વનું છે કે એનાલિટિક્સ અને ઉકેલોમાં વૈશ્વિક અગ્રણી HIS માર્કિટ દ્વારા તેનું સંચાલન કરવામાં આવશે. આ કાર્યક્રમમાં પ્રાદેશિક ઉર્જા કંપનીઓ, ઉર્જા સંબંધિત ઉદ્યોગ, સંસ્થાઓ અને સરકાર સહિત ભારત અને 30થી વધુ દેશોમાંથી એક હજાર કરતા વધુ પ્રતિનિધિઓના સમુદાય અને આંતરરાષ્ટ્રીય વક્તાઓના સમૂહને બોલાવવામાં આવશે.

ભારત ઉર્જા મંચ દરમિયાન આવરી લેવામાં આવનારા મુખ્ય મુદ્દાઓ

  • ભારતની ભાવિ ઉર્જા માંગ પર મહામારીનો પ્રભાવ
  • ભારતના આર્થિક વિકાસ માટે પુરવઠો સુરક્ષિત કરવો
  • ઉર્જા રૂપાંતરણ અને આબોહવા એજન્ડાનું ભારત માટે શું મહત્વ છે
  • ભારતના ઉર્જા મિક્સમાં કુદરતી વાયુ: આગળનો માર્ગ શું છે
  • રિફાઇનિંગ અને પેટ્રોકેમિકલ્સ: વ્યૂહનીતિ વચ્ચે સિલક
  • નવાચારની ગતિ: જૈવ-ઇંધણ, હાઇડ્રોજન, CCS, વિદ્યુત વાહનો અને ડિજિટલ રૂપાંતરણ અને
  • બજાર અને નિયમનકારી સુધારા: આગળ શું?

Leave a Reply

Your email address will not be published.