//

વડાપ્રધાન મોદી આજે રાષ્ટ્રીય પરિષદનું ઉદ્ઘાટન કરશે

વડાપ્રધાન મોદી આજે મંગળવારે સતર્કતા અને ભ્રષ્ટાચાર વિરોધી રાષ્ટ્રીય પરિષદનું ઉદ્ઘાટન કરશે. સેન્ટ્રલ બ્યુરો ઓફ ઈન્વેસ્ટિગેશન દ્વારા આયોજિત આ રાષ્ટ્રીય પરિષદની થીમ ‘સતર્ક ભારત, સમૃદ્ધ ભારત’ છે.

વિજિલન્સ અવેરનેસ વીક સાથે ત્રણ દિવસીય સંમેલન એક સાથે યોજવામાં આવી રહ્યું છે. વડાપ્રધાન કાર્યાલય દ્વારા બહાર પાડેલા નિવેદનમાં જણાવ્યું છે કે આ પરિષદની પ્રવૃત્તિઓમાં સતર્કતા જેવા વિષયો પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે. આ સંમેલન 3 દિવસ સુધી ચાલશે.

PMO દ્વારા આપવામાં આવેલા નિવેદનમાં કહ્યું છે કે, આ ભારતમાં વ્યવસાય કરવા માટે એક મહત્વપૂર્ણ યોગદાન છે. આ કાર્યક્રમને કેન્દ્રીય પ્રધાન જિતેન્દ્ર સિંહ સંબોધિત કરશે. જેમાં ભ્રષ્ટાચાર નિરોધક બ્યૂરોના અધિકારીઓ, સતર્કતા બ્યૂરો અને CBIના અધિકારીઓ ઉપસ્થિત રહેશે.

Leave a Reply

Your email address will not be published.