///

વડાપ્રધાન મોદી આજે પ્રમુખ વાર્ષિક પ્રૌદ્યોગિકી સંમેલનનું ઉદ્ઘાટન કરશે

વડાપ્રધાન મોદી આજે ગુરુવારે કર્ણાટકના પ્રમુખ વાર્ષિક પ્રૌદ્યોગિકી સંમેલનનું ઉદ્ઘાટન વીડિયો કોન્ફરન્સના માધ્યમથી કરશે. આ સંમેલન 19થી 21 તારીખ સુધી આયોજીત કરવામાં આવ્યું છે.

આ શિખર સંમેલનનું આયેજન કર્ણાટક સરકાર દ્વારા કર્ણાટક નવીનતમ અને પ્રૌદ્યોગિકી સોસાયટી તથા સોફ્ટવેર ટેક્નોલોજી પાર્ક્સ ઓફ ઇન્ડિયના સહયોગથી કરવામાં આવી રહ્યું છે. કર્ણાટક નવીનતમ અને પ્રૌદ્યોગિક સોસાયટી રાજ્ય સરકારની સૂચના પ્રૌદ્યોગિકી, જૈવપ્રૌદ્યોગિકી અને સ્ટાર્ટઅપ વિચારનો સમૂહ છે.

BTS 2020ના કેન્દ્રના પ્રવાસ દરમિયાન નાયબ મુખ્યપ્રધાન તથા આઇટી, બીટી અને અસએનડટી પ્રધાન સી.એન.અશ્વત નારાયણે કહ્યું કે, અમે BTSને સફળ બનાવવા માટે પર્યાપ્ત સુવિધા ઉભી કરી છે. આ આયોજન સંપૂણ રીતે વર્ચ્યુઅલ હશે.

આ વર્ચ્યુઅલ આયોજનને ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન સ્ટોક મોરિસન તથા સ્વિઝરલેન્ડના ઉપરાષ્ટ્રપતિ ગાય પરમેલિન પણ સંબોધિત કરશે. આ આયોજનના 23માં સંસ્કરણમાં લગભગ 25 દેશો ભાગ લઇ રહ્યા છે.

Leave a Reply

Your email address will not be published.