વડાપ્રધાન મોદી ગુજરાતના બે દિવસીય પ્રવાસે છે. ત્યારે આજે શનિવારે વડાપ્રધાાનના પ્રવાસનો બીજો દિવસ છે તેમાં વડાપ્રધાન કેવડિયાથી અમદાવાદ રિવરફ્રન્ટ સી-પ્લેન સેવાનો પ્રારંભ કરશે.
વડાપ્રધાન મોદી આજે રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણીમાં ભાગ લેશે. કેન્દ્રીય દળની ટુકડીઓ, NSG, CISF, NDRF, CRPF, ગુજરાત પોલીસ અને જમ્મુ-કાશ્મીર પોલીસ આજે શનિવારે કેવડિયા ખાતે એકતા પરેડ કરશે. તેમજ કેવડિયાથી અમદાવાદ રિવરફ્રન્ટ સી-પ્લેન સેવાનો પ્રારંભ કરાવવાના છે. બપોરે 12 કલાકની આસપાસ વડાપ્રધાન સી-પ્લેનમાં બેસી અમદાવાદ રિવરફ્રન્ટ ખાતે આવશે. જ્યાં વોટર એરોડ્રામ બિલ્ડીંગનું પણ તેઓ ઉદ્ઘાટન કરશે.
ઉલ્લેખનિય છે કે વડાપ્રધાન મોદીએ ગઇકાલે કેટલીક યોજનાઓનું ઉદ્ધાટન કર્યુ હતું. જેમાં આરોગ્ય વન, ન્યૂટ્રિશન પાર્ક, જંગલ સફારી, એકતા ક્રુઝ, એકતા મોલ સહિત કેટલીક યોજનાઓ દેશને સમર્પિત કરી હતી.