/

વડાપ્રધાન મોદીના હસ્તે આજે વારાણસીને મળશે અધધ… કરોડો રૂપિયાની ભેટ

વડાપ્રધાન મોદી આજે સોમાવારે વારાણસીને મોટી ભેટ આપશે. આ તમામ પ્રોજેક્ટ્સનો શિલાન્યાસ વડાપ્રધાન મોદી વીડિયો કોન્ફરન્સના માધ્યમથી કરશે. વારાણસીમાં કુલ 614 કરોડ રૂપિયાનાના ખર્ચે વિવિધ પ્રોજેક્ટ્સ તૈયાર કરાયા છે. આ પ્રોજેક્ટ્સમાં કૃષિ અને પર્યટનની સાથે જરૂરી સુવિધાઓની અન્ય યોજનાઓ પણ સામેલ છે.

પીએમઓ તરફથી મળતી માહિતી અનુસાર વડાપ્રધાન મોદી આ કાર્યક્રમમાં લાભાર્થીઓ સાથે વાતચીત કરશે. આ સમયે યૂપીના સીએમ યોગી આદિત્યનાથ પણ ઉપસ્થિત રહેશે. જે યોજનાનું ઉદ્ધાન થશે તેમાં સારનાથ લાઈટ એન્ડ સાઉન્ડ શો, લાલ બહાદુર શાસ્ત્રી હોસ્પિટલ રામનગરનું ઉન્નયન, સીવરેજ સંબંધિત કાર્ય, બુનિયાદી સુવિધાઓના સંરક્ષણ અને ગાયના સંરક્ષણ, બહુઉદ્દેશીય બીજ ભંડાર ગૃહ સામેલ છે.

મહત્વનું છે કે વડાપ્રધાન મોદી સોમવારે 600 કરોડથી પણ વધારે રૂપિયાની 37 જેટલી યોજનાઓનું લોકાર્પણ કરશે. આ યોજનામાં નગર વિકાસ નિગમની 3 યોજનાઓ, પર્યટન વિભાગ અને લોક નિર્માણ વિભાગની 2-2 યોજનાઓ સામેલ છે. આ સિવાય ગૃહ, ઉર્જા, સ્વાસ્થ્ય અને ચિકિત્સા, ખેતી, ખેલ કૂદ, મહિલા અને બાળ વિકાસ તથા પંચાયતી રાજ વિભાગ અને ભારતીય વિમાન પતન પ્રાધિકરણની પણ 1-1 યોજના સામેલ છે.

આ ઉપરાંત પ્રધાનમંત્રી નગર વિકાસની 8 યોજનાઓ, આવાસ અને શહેરી નિયોજન, ગૃહ અને લોકનિર્માણ, પર્યટન તથા સૂક્ષ્મ અને લઘુ તથા મધ્યમ ઉદ્યોગ માટે આવાસ અને શહેરી નિયોજનની 1-1 યોજનાનો શિલાન્યાસ અને લોકાર્પણ કરાશે.

Leave a Reply

Your email address will not be published.