///

નવા સંસદ ભવનનું વડાપ્રધાન મોદી આજે કરશે ભૂમિ પૂજન

વડાપ્રધાન મોદી આજે ગુરૂવારે નવા સંસદ ભવનનું ભૂમિ પૂજન કરશે. ઓક્ટોબર 2020 સુધી નવા સંસદ ભવનનું નિર્માણ પુરૂ કરવાની તૈયારી છે. જેથી દેશની આઝાદીની 75મી વર્ષગાંઠ પર આ ભવનમાં સત્રનું આયોજન થઇ શકે છે.

નવા સંસદ ભવનના નિર્માણ કાર્યની જાણકારી આપતા લોકસભા અધ્યક્ષ ઓમ બિરલા એ કહ્યું કે, નવું સંસદ ભવન દુનિયાના સૌથી આધુનિક ભવનમાંથી એક હશે. જેમાં સાંસદોને પેપર લેસ ઓફિસની સાથે લાઉન્જ, લાયબ્રેરી અને સમિતિઓ બેઠક ખંડની સાથે જ તમામ પ્રકારની સુવિધાઓ મળશે. સંસદ ભવનમાં તમામ ડિજિટલ સુવિધાઓ હશે.

નવા સંસદ ભવનના નિર્માણના કામકાજ પર નજર રાખવા માટે મોનિટરિંગ સમિતિ બનાવવામાં આવી રહી છે. જેમાં લોકસભા સચિવાલય અને શહેરી વિકાસ મંત્રાલયના અધિકારીઓ સાથે જ લોકનિર્માણ વિભાગ, એનડીએમસી અને પરિયોજનાના આર્કિટેક્ટ સામેલ હશે.

Leave a Reply

Your email address will not be published.