વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે શનિવારે ગુજરાતના મહત્વના એવા 3 પ્રોજેક્ટનું ઇ લોકાર્પણ કરશે. જેમાં ગિરનાર રૉપ-વે, અમદાવાદ સિવિલ કેમ્પસમાં તૈયાર થયેલી યુ. એન. મહેતા હોસ્પિટલ અને કિસાન સૂર્યોદય યોજનાનું વીડિયો કોન્ફરન્સના માધ્યમથી લોકાર્પણ કરશે.
જૂનાગઢના ગિરનાર પર્વત પરનો પ્રોજેક્ટ છેલ્લા કેટલાક વર્ષોથી અવઢવમાં હતો. જે પ્રોજેક્ટ પણ હવે પૂર્ણ થઇ ચુક્યો છે. ત્યારે આવતીકાલે જૂનાગઢ ગિરનાર રોપ-વે નું લોકાર્પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદી વીડિયો કોન્ફરન્સના માધ્યમથી કરશે.
મહત્વનું છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ ઉપરાંત જૂનાગઢ, ગીર સોમનાથ અને દાહોદ જિલ્લામાં ખેડૂતોને વીજળી આપવા માટેની કિસાન સૂર્ય યોજના અને યુ. એન. મહેતા હોસ્પિટલનું પણ વીડિયો કોન્ફરન્સના માધ્યમથી ઇ-લોકાર્પણ કરશે. આમ, વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવતીકાલે ગુજરાતના મહત્વના 3 પ્રોજેક્ટનું લોકાર્પણ કરશે.
ઉલ્લેખનિય છે કે રાજ્યના તત્કાલીન મુખ્યપ્રધાન મોદી 2014માં વડા પ્રધાન બન્યા બાદ પણ રાજ્યને સૌથી ઉંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી અને વિશ્વનું સૌથી મોટુ સ્ટેડિયમ જેવી કેટલીક મહત્વની ભેટ આપી ચુક્યા છે.