///

વડાપ્રધાન મોદી આજે આગ્રા મેટ્રો પરિયોજનાનું વર્ચ્યુઅલ ઉદ્ઘાટન કરશે

આજે સોમવારે વડાપ્રધાન મોદી આગ્રા મેટ્રો પરિયોજનાનું વર્ચ્યુઅલ ઉદ્ઘાટન કરશે. આ કાર્યક્રમ દરમિયાન મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથ અને કેન્દ્રિય પ્રધાન હરદીપ સિંહ પુરી ઉપસ્થિત રહેશે. ઉદ્ધાટનના કાર્યક્રમનું આયોજન આગ્રાના પીએસી મેદાન ખાતે કરવામાં આવ્યું છે.

યુપીના ગવર્નર આનંદીબેન પટેલ પણ આ કાર્યક્રમમાં વર્ચ્યુઅલી હાજરી આપશે. યોગી સરકારનો દાવો છે કે બે વર્ષમાં આગ્રા મેટ્રોનું ટ્રાયલ શરૂ થઈ જશે. શહેરના અલગ અલગ બે કોરિડોરના રેલવે ટ્રેક પર વર્ષ 2025-2026 સુધીમાં મેટ્રો દોડશે.

વડાપ્રધાન મોદીના વર્ચ્યુઅલ ઉદ્ધાટન બાદ મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથ જનતાનું સંબોધન કરશે. આગ્રા મેટ્રો પ્રોજેક્ટનો શિલાન્યાસ થયા બાદ સૌથી પહેલા ફતેહાબાદ રોડ પર ટીડીઆઈ મોલ સામે તાજપૂર્વી ગેટ સ્ટેશનનું નિર્માણ શરૂ કરવામાં આવશે. જયાં મુખ્યપ્રધાન યોગી આધારશિલા રાખી શકે છે. તેમજ ત્યાં પિલર માટે ખોદકામ શરૂ કરવામાં આવશે.

મેટ્રોથી આગ્રા પર્યટનને ફાયદો થશે. શહેરના તમામ મહત્વના પર્યટક સ્થળો સુધી મેટ્રોની કનેક્ટિવિટી રહેશે. પર્યટક એક જગ્યાએથી બીજી જગ્યાએ સરળતાથી મુસાફરી કરી શકશે. 3થી 5 વર્ષ સુધીમાં મેટ્રોની કામગીરીમાં 8થી 10 હજાર લોકોને રોજગારી મળશે.

Leave a Reply

Your email address will not be published.