/

વડાપ્રધાન મોદી હજીરા-ઘોઘા રો-પેક્સ ફેરી સર્વિસનું કરશે વર્ચ્યુઅલ ઉદ્ઘાટન

વડાપ્રધાન મોદી આજે રવિવારે સુરતના હજીરા પોર્ટ ખાતે હજીરાથી ભાવનગરના ઘોઘા બંદર માટે રો-પેક્સ ફેરી સેવાનો શુભારંભ કરાવશે અને નવનિર્મિત રો-રો ટર્મિનલ પોર્ટનું વર્ચ્યુઅલ લોકાર્પણ કરશે.

આ પ્રસંગે ગુજરાતના મુખ્યપ્રધાન વિજય રૂપાણી તથા કેન્દ્રીય શિપિંગ રાજ્યપ્રધાન મનસુખ માંડવીયા, રાજયના પ્રધાન, ધારાસભ્યો ખાસ ઉપસ્થિત રહેશે. વર્ષોથી સુરતમાં વસતા સૌરાષ્ટ્ર માટે આ ફેરી સેવા વડાપ્રધાન તરફથી દિવાળીની ભેટ સાબિત થશે.

રો-પેક્સ સેવાને કારણે આ મુસાફરી માત્ર 4 કલાકની થઇ જશે. રો-પેક્સ સર્વિસ દિવસમાં ત્રણ રાઉન્ડ ટ્રીપ કરશે. જે મુજબ વર્ષમાં અંદાજે 5 લાખ મુસાફરો, 80 હજાર પેસેન્જર વાહનો, 50 હજાર ટુ-વ્હીલર અને 30 હજાર ટ્રકની અવર જવર શક્ય બનશે. ઘોઘા-હજીરા વચ્ચેનું માર્ગ અંતર લગભગ 370 કિમી છે જે ઘટીને સમુદ્ર રસ્તે માત્ર 90 કિમી જેટલું રહેશે. જેને કારણે ઇંધણની મોટી બચત થશે.

Leave a Reply

Your email address will not be published.