//

વડાપ્રધાન મોદી ફરી ગુજરાતની મુલાકાતે આવશે

વડાપ્રધાન મોદી એક મહિના પછી ફરી બીજી વાર ગુજરાત ખાતે આવી રહ્યા છે. જેમાં વડાપ્રધાન મોદી કચ્છ ખાતે ભૂજની મુલાકાતે આવી રહ્યા છે અને ત્યાં વિશ્વના સૌથી મોટા એનર્જી પાર્કનો શિલાન્યાસ કરશે. તેમજ ગુજરાત વિધાનસભાની પેટા ચૂંટણીમાં 8 બેઠકોમાંથી 8 બેઠકો ભાજપને આપવા બદલ મતદારોનો આભાર પણ માનશે. વડાપ્રધાન મોદી કચ્છના સફેદ રણમાં રણોત્સવમાં પણ જાય તેવી સંભાવના છે.

વડાપ્રધાન મોદી નવેમ્બર મહિનાના અંતમાં ગુજરાતની મુલાકાતે આવે તેવી સંભાવના છે. વડાપ્રધાન મોદી દેવદિવાળીના દિવસે નવી દિલ્હીથી સીધા કચ્છ ખાતે આવશે અને કચ્છ ભૂજમાં બે કાર્યક્રમમાં હાજરી આપે તેવી શકયતા સેવાઇ રહી છે.

ઉલ્લેખનિય છે કે વડાપ્રધાન મોદી 30 અને 31 ઓકટોબના રોજ ગુજરાત ખાતે આવ્યા હતાં. જેમાં વડાપ્રધાન મોદી નવી દિલ્હીથી અમદાવાદ આવી ગાંધીનગરમાં પૂર્વ મુખ્યપ્રધાન કેશુભાઈ પટેલ અને સંગીતકાર બેલડી મહેશ નરેશના અવસાન બાદ તેમને શ્રદ્ધાંજલિ પાઠવવા તેમના નિવાસસ્થાને ગયા હતા અને પરિવારજનોને સાંત્વના પાઠવી હતી. ત્યાંથી વડાપ્રધાન કેવડિયા કોલોની ખાતે ગયા હતા અને સ્ટેચ્યૂ ઓફ યુનિટી ખાતે 17 જેટલા પ્રકલ્પોનું ઉદઘાટન કર્યું હતું. ત્યારબાદ 31 ઓકટોબરે એકતા પરેડમાં ભાગ લઇ અને સી પ્લેનમાં બેસી કેવડિયાથી અમદાવાદ ખાતે આવી પહોંચી અને દિલ્હી રવાના થયા હતાં.

Leave a Reply

Your email address will not be published.