///

AMUમાં વડાપ્રધાન મોદીએ કર્યુ સંબોધન, કહ્યું- અહીં એક મિની ઇન્ડિયા છે

વડાપ્રધાન મોદીએ અલીગઢ મુસ્લિમ યૂનિવર્સિટી (AMU)ના શતાબ્દી કાર્યક્રમને સંબોધિત કર્યુ હતું. વડાપ્રધાન મોદીએ તે દરમિયાન AMUના યોગદાનની પ્રશંસા કરી હતી. આ સાથે જ સૌનો સાથ, સૌનો વિકાસ, સૌનો વિશ્વાસનો મંત્ર યાદ અપાવ્યો હતો. વડાપ્રધાન મોદીએ મેસેજ આપ્યો કે જે પણ દેશનો છે, તે દેશના દરેક નાગરિક છે અને બંધારણ હેઠળ તમામને અધિકાર મળ્યો છે.

વડાપ્રધાન મોદીએ કહ્યું કે સમાજમાં વૈચારિક મતભેદ હોય છે. પરંતુ જ્યારે વાત રાષ્ટ્રના લક્ષ્યના પ્રાપ્તિની હોય તો તમામ મતભેદને કિનારા પર મુકી દેવા જોઇએ. દેશમાં કોઇ કોઇ પણ જાતિ અથવા ધર્મનો હોય, તેને દેશને આત્મનિર્ભર બનાવવા તરફ યોગદાન આપવુ જોઇએ. વડાપ્રધાન મોદીએ કહ્યું કે AMUથી કેટલાક સેનાની નીકળ્યા છે, જેમણે પોતાના વિચારોથી હટીને દેશ માટે જંગ લડી. વડાપ્રધાન મોદીએ કહ્યું કે રાજકારણ માત્ર સમાજનો એક ભાગ છે. પરંતુ રાજકારણ-સત્તાથી અલગ દેશનો સમાજ હોય છે. તેવામાં દેશના સમાજને વધારવા માટે આપણે કામ કરતા રહેવુ જોઇએ.

વડાપ્રધાન મોદીએ આગળ જણાવતા કહ્યું કે જ્યારે આપણે એક લક્ષ્ય સાથે આગળ વધીશુ તો કેટલાક તત્વ એવા હોય છે જેમણે તેનાથી તકલીફ થશે. તે તત્વ દરેક સમાજમાં છે. પરંતુ આપણે તેનાથી આગળ વધી દેશ માટે કામ કરવુ જોઇએ. ગત શતાબ્દીમાં મતભેદોના નામ પર ઘણો સમય ખરાબ થઇ ગયો છે. પરંતુ હવે સમય ન ગુમાવતા નવા ભારત, આત્મનિર્ભર ભારતના લક્ષ્યને પુરૂ કરવુ છે.

વડાપ્રધાન મોદીએ કહ્યું કે AMUના 100 વર્ષ પુરા થઇ રહ્યાં છે, તેવામાં 100 હોસ્ટેલના વિદ્યાર્થી કેટલાક રિસર્ચ કરે. આઝાદીના 75 વર્ષ પુરા થવાના પ્રસંગે આવા સ્વતંત્રતા સેનાનીયો વિશે રિસર્ચ કરો, જેના વિશે અત્યાર સુધી ઘણા ઓછા લોકો જાણે છે. જેમાં 75 આદિવાસી સ્વતંત્રતા સેનાની, 25 મહિલા સ્વતંત્રતા સેનાની વિશે જાણકારી એકઠી કરો.

આજે દેશ જે યોજના બનાવી રહ્યું છે તે કોઇ અર્થ-ધર્મના ભેદભાવ વગર દરેક વર્ગ સુધી પહોચી રહી છે.

  • કોઇ ભેદભાવ વગર 40 કરોડથી વધુ ગરીબોના બેન્ક ખાતા ખુલ્યા
  • કોઇ ભેદભાવ વગર 2 કરોડથી વધુ ગરીબોને પાક્કા ઘર આપવામાં આવ્યા
  • કોઇ ભેદભાવ વગર 8 કરોડથી વધુ મહિલાઓને ગેસ મળ્યો
  • કોઇ ભેદભાવ વગર આયુષ્યમાન યોજના હેઠળ 50 કરોડ લોકોને 5 લાખ રૂપિયા સુધીની મફત સારવાર સંભવ બની.

જે દેશનો છે તે દરેક દેશવાસીનો છે અને તેનો લાભ દરેક દેશવાસીઓને મળવી જ જોઇએ, અમારી સરકાર આ ભાવના સાથે કામ કરી રહી છે.

વડાપ્રધાન મોદીએ કહ્યું કે જે દેશનો છે, તે દરેક દેશવાસી છે. પીએમ મોદીએ કહ્યું કે કેટલાક સમય પહેલા AMUના એક પૂર્વ વિદ્યાર્થીએ તેમની સાથે વાત કરતા જણાવ્યું કે, ક્યારેય મુસ્લિમ દીકરીઓને સ્કૂલમાંથી ડ્રોપ આઉટ રેટ 70 ટકાથી વધુનો હતો, કેટલાક દાયકાથી આવી જ સ્થિતિ હતી. પરંતુ સ્વચ્છ ભારત મિશન બાદ હવે આ ઘટીને 30 ટકા રહી ગયુ છે.

વડાપ્રધાન મોદીએ પોતાના સંબોધનમાં કહ્યું કે સર સૈયદનો સંદેશ કહે છે કે દરેક કોઇની સેવા કરો, પછી તેનો ધર્મ અથવા જાતિ કઇ પણ હોય. તેવુ જ દેશની દરેક સમૃદ્ધિ માટે તેનો દરેક સ્તર પર વિકાસ થવો જરૂરી છે. આજે દરેક નાગરિકે વગર કોઇ ભેદભાવના વિકાસનો લાભ મળી રહ્યો છે. વડાપ્રધાન મોદીએ કહ્યું કે નાગરિક સંવિધાનથી મળેલા અધિકારોને લઇને નિશ્ચિત રહો, સૌનો સાથ, સૌનો વિકાસ અને સૌનો વિશ્વાસ જ સૌથી મોટો મંત્ર છે.

વડાપ્રધાન મોદીએ જણાવ્યું કે AMUના ચાન્સેલરે તેમણે કેટલાક દિવસ પહેલા પત્ર લખી કોરોના વેક્સીનના મિશન દરમિયાન દરેક સંભવ મદદનો વિશ્વાસ આપ્યો છે. AMUમાં એક મિની ઇન્ડિયા છે, અહી ઉર્દૂ-હિન્દી-અરબી-સંસ્કૃત ભણાવવામાં આવે છે.

વડાપ્રધાન મોદીએ કહ્યું કે અહીની લાઇબ્રેરીમાં કુરાન છે તો ગીતા-રામાયણનો અનુવાદ પણ છે. AMUમાં એક ભારત-શ્રેષ્ઠ ભારતની સારી તસવીર છે. અહી ઇસ્લામને લઇને જે રિસર્ચ થાય છે, તેનાથી ભારતનો ઇસ્લામિક દેશો સાથે સબંધ સારો થાય છે.

Leave a Reply

Your email address will not be published.