///

કોરોનાના વધતા સંક્રમણના પગલે વડાપ્રધાન મોદીની શુક્રવારે સર્વપક્ષીય બેઠક

દેશમાં કોરોના વાયરસ સંક્રમણની હાલની સ્થિતિના પગલે કેન્દ્ર સરકારે ચર્ચા અને રણનીતિ તૈયાર કરવાને લઈ 4 ડિસેમ્બરે સર્વપક્ષીય બેઠક બોલાવી છે. આ બેઠક વડાપ્રધાન મોદીની અધ્યક્ષતામાં સવારે 10:30 કલાકે શરૂ થશે. આ ઓનલાઇન બેઠકમાં લોકસભા અને રાજ્યસભાના ફ્લોર લીડર્સને પણ આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.

નોંધનીય છે કે, અત્યાર સુધીમાં દેશમાં કોરોના વાયરસથી 94 લાખથી વધુ લોકો સંક્રમિત થઈ ચૂક્યા છે. છેલ્લા 24 કલાકમાં ભારતમાં 38,772 કોરોના સંક્રમિત સામે આવ્યા છે. તે દરમિયાન 443 દર્દીનાં મોત નિપજ્યાં છે, જ્યારે 45,152 લોકો સ્વસ્થ થતા તેને રજા આપવામાં આવી છે. દેશમાં અત્યાર સુધી કોરોના મહામારીથી 1.37 લાખ દર્દીઓનાં મોત નિપજ્યાં છે.

આ સાથે જ વડાપ્રધાન મોદીએ કોવિડ-19 વેક્સીનને વિકસિત કરી રહેલી અને તેનું પ્રોડક્શન કરી રહેલી ત્રણ ટીમોની સાથે સોમવારે એક ઓનલાઇન બેઠક કરી હતી. વડાપ્રધાને કંપનીઓને કહ્યું હતું કે તેઓ લોકોને કોરોના વેક્સીનના પ્રભાવી થયા સહિત તેના સાથે જોડાયેલા અન્ય મામલાઓની સરળ ભાષામાં માહિતગર કરવા માટે વધારાના પ્રયાસ કરે. ઉલ્લેખનીય છે કે, વડાપ્રધાન મોદીએ શનિવારે અમદાવાદ, હૈદરાબાદ અને પુણેનો પ્રવાસ કર્યો હતો. તેઓએ આ શહેરોમાં કોરોના વાયરસની વેક્સીનના પ્રક્રિયાની સમીક્ષા કરી હતી.

Leave a Reply

Your email address will not be published.