વડાપ્રધાન મોદીના ભાઇ પ્રહલાદ દામોદરદાસ મોદી વડાપ્રધાન જન કલ્યાણ યોજનાના પ્રચાર પ્રસારના અભિયાન અર્થે અયોધ્યા ખાતે પહોંચ્યા હતાં. તેમની સાથે બાબરીના પક્ષકાર રહેલા ઇકબાલ અન્સારીએ પણ રામલલાના દરબારમાં પુજા અર્ચના કરી હતી.
આ તકે મુલાકાત કરી પ્રહલાદ દામોદરદાસ મોદીએ જણાવ્યું કે, રામ મંદિર વિવાદ સમાપ્ત થતાં અયોધ્યાનો માહોલ બદલ્યો છે. અયોધ્યામાં એકતા કાયમ રહેશે, જે દેશ માટે એક ઉદાહરણ હશે. તેમજ હવે ભારતમાં હિન્દુઓ અને મુસ્લિમો વચ્ચે કોઇ સંધર્ષ નથી.