////

બિહારમાં આજે વડાપ્રધાન મોદીની ત્રણ રેલી

બિહારમાં વિધાનસભાના પ્રચાર પ્રસાર જોરોશોરોથી ચાલી રહ્યાં છે તેવામાં પક્ષો પોત પોતાના સ્ટાર પ્રચારકોને મેદાને ઉતારી રહી છે. તેવામાં વડાપ્રધાન મોદી આજે ત્રણ રેલીઓ યોજશે.

વિધાનસભાના પ્રચારને લઇ તૈયારીઓ ચાલી રહી છે. તેવામાં વડાપ્રધાન મોદી બિહારમાં ત્રણ રેલી યોજશે. જેમાં સવારે 11 કલાકેો દરભંગા, 12.35 કલાકે મુઝફફરપુર અને બપોરે 2.30 કલાકે પટણામાં રેલીને સંબોધન કરશે.

મહત્વનું છે કે બિહાર વિધાનસભાની 71 બેઠક પર આજરોજ મતદાન થઇ રહ્યું છે. જેમાં 955 પુરૂષ અને 114 મહિલા એમ મળી કુલ 1066 ઉમેદવારો મેદાને છે. જેનું ભાવિ આજરોજ EVMમાં કેદ થશે. ત્યારબાદ બીજા ફેઝનું મતદાન 3 નવેમ્બરે અને ત્રીજા ફેઝનું મતદાન 7 નવેમ્બરે યોજાશે. જેના પરિણામો 10 નવેમ્બરના રોજ આવશે.

Leave a Reply

Your email address will not be published.