///

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કેવડિયામાં જંગલ સફારી પાર્કનું કર્યું ઉદ્ધાટન

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાતના કેવડિયામાં કેટલીક યોજનાઓની શરૂઆત કરી છે. ગુજરાતમાં બે દિવસીય પ્રવાસે પહોંચેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આરોગ્ય વન, ન્યૂટ્રિશન પાર્ક, જંગલ સફારી સહિત કેટલીક યોજનાઓને દેશને સમર્પિત કરી છે. આ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીના અલગ-અલગ અંદાજ પણ જોવા મળ્યા.

પીએમ મોદી 2 દિવસીય ગુજરાત પ્રવાસે છે, ત્યારે વડાપ્રધાન મોદી દ્વારા કેવડિયામાં જંગલ સફારીનું ઉદ્ધાટન કરવામાં આવ્યું છે. આ ઉદ્ધાટન બાદ તેઓ જંગલ સફારીનું નિરીક્ષણ કરવા માટે પહોંચ્યા હતા. જોકે આ દરમિયાન વડાપ્રધાન મોદીની સાથે રાજ્યપાલ અને મુખ્યમંત્રી પણ ઉપસ્થિત રહ્યા.

આ જંગલ સફારી 375 એકરમાં પથરાયેલું છે. જંગલ સફારી 7 ઝોનમાં બનાવવામાં આવ્યુ છે. જેમાં દેશ-વિદેશના પશુ-પક્ષીઓ રાખવામાં આવ્યા છે. 1500 જેટલા પશુ-પક્ષીઓ જંગલ સફારીમાં છે. તો 29 પ્રાણીઓ માટે ખાસ નિયત વિસ્તાર પણ તૈયાર કરવામાં આવ્યો છે.

Leave a Reply

Your email address will not be published.