//

કોરોના વાયરસનો રામબાણ ઈલાજ બતાવતા વડાપ્રધાન નરેન્દ્ર મોદી

કોરોના વાયરસ વૈશ્વિક મહામારી છે જેની આજ સુધી કોઈ દેશે દવા શોધી લીધી હોઈ તેવા દાવામાં કરવામાં  આવ્યા છે  પરંતુ દાવા કરનાર દેશની દવા થી કોઈ કોરોના પીડિત સાજા થયા હોઈ તેવા એક પણ દાખલા સામે આવ્યા નથી હાલ સમગ્ર વિશ્વ કોરોના ભયમાં છે લોકો ઘર બહાર નીકળતા ડરી રહ્યા છે દેશમાં સરકારે એક દિવસનું જનતા કર્ફ્યુ બાદ 21 દિવસનું લોકડાઉન આપ્યું છે લોકોને બચાવવા સરકાર પણ કટિબબ્ધ બની છે સરકારના હાથ નહીં પહોંચતા સરકારે લોકો પાસે કોરોના લડત માટે જનસહયોગ માંગી વડાપ્રધાન અને મુખ્યમંત્રી રાહત ફંડમાં આર્થિક સહાયની અપીલ કરી હતી ગઈકાલે દેશ ના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એક વિડીયો જાહેર કરી કોરોના લડત માં એકતા બતાવવા પાંચમી એપ્રિલે રાત્રે 9 કલાક 9 મિનિટે 9 મિનિટ સુધી અંધારું કરી ઘર આંગણે હાથ માં દીવો પ્રજ્વલિત કરવા ની સલાહ આપી હતી આજે ફરી નરેન્દ્ર મોદીએ દેશી ઉપચાર બતાવ્યા  છે  નરેન્દ્ર મોદી એ જણાવ્યું હતું કે કોરોના વાયરસ થી બચવા લોકો એ રોજ ગરમ હુંફાળું પાણી પીવું ,લવિંગના ચૂર્ણમાં ગોળ કે મધ ઉમેરી દિવસમાં બે થી ત્રણ વખત લેવું રોજ પ્રાણાયામ અને ધ્યાન કરવું હળદર, ધાણાજીરૂ, અને લસણ જેવા મસાલાનો ઉપયોગના કરવો.

રોજ સવારે એક ચમચી ચ્યવનપ્રયાસ ખાવાનું રાખો રોગ પ્રતિકારક શક્તિ વધારવા માટે તુલસી,તજ,મરી સુંઠ કિશમિશ થી બનેલી હર્બલ ટી કે ઉકાળો એક કે બે વાર પીવાનું રાખો સ્વાદ અનુસાર તેમાં લીંબુ કે ગોળ ઉમેરી શકાય, તેમજ  ડાયાબીટીશ ના દર્દી માટે શુગરફ્રી ચ્યવનપ્રાશ ખાવા થી ફાયદો થાય છે વધારેમાં જણાવેલ કે રોગ પ્રતિકારક શક્તિ વધારવા સવારે અને સાંજે તલ કે નાળિયેરનું તેલ અથવા નાના બન્ને છિદ્રોમાં લગાવવું તેમજ 150 ગ્રામ દૂધ માં અડધી ચમકી હળદર નાખી ને દિવસ માં બે વખત પીવું પછી ગરમ પાણીના કોગળા દિવસમાં એક કે બે વખત કરવા જે રીતે પાણી મોં માં ફેરવીએ છે એ રીતે તલ કે નાળિયેરનું તેલ ફેરવવું પછી કોગળા ની માફક ટહુકી દેવું દિવામાં કમસે કમ એક વાર ફુદીનાના પત્તા કે અઝમોં નાખી ને ઉકાળેલા પાણી ની વર્ડ લેવાથી ફાયદો થઇ શકે છે.

Leave a Reply

Your email address will not be published.