////

બેંગલોર જતી ખાનગી બસને વલસાડ નજીક નડ્યો અકસ્માત, 20થી વધુ ઘાયલ

નેશનલ હાઇવે 48 પર નંદાવલા હાઇવે નજીક આજે સોમવારે વહેલી સવારે બસ અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જેમાં બસમાં સવાર 20 લોકો ઘાયલ થયા હતાં.

વલસાડ નજીક નેશનલ હાઇવે પર અમદાવાદથી બેંગ્લોર જતી બીઆર ટ્રાવેલ્સ નામની ખાનગી બસને અકસ્માત નડ્યો હતો. ટ્રકના ચાલકને જોકુ આવી જતા ટ્રક ડીવાઇડર પરથી સામે પાર જઇ બસ સાથે ટકરાયો હતો અને અકસ્માત સર્જ્યો હતો.

ટ્રક અને બસ વચ્ચે થયેલા અકસ્માતમાં બસ ડ્રાઈવરને ગંભીર ઇજાઓ પહોંચી હતી. આ સાથે બસમાં સવાર 20થી વધુ પ્રવાસીઓ ઘાયલ થયા હતાં. જેને તાત્કાલિક સારવાર અર્થે વલસાડની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતાં.

મહત્વનું છે કે, વહેલી સવારે 7 કલાકે બનેલી આ ઘટનાને પગલે આસપાસના લોકો ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને ઈજાગ્રસ્તોને બસમાંથી હેમખેમ રીતે બહાર કાઢવામાં મદદરૂપ થયા હતાં. આ સમગ્ર ઘટનાની જાણ સ્થાનિકોએ 108ને કરતા 108ની ટીમ ઘટના સ્થળ પર પહોંચી અને ઈજાગ્રસ્તોને વલસાડ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડ્યા હતાં.

Leave a Reply

Your email address will not be published.