///

સુરતના બારડોલી હાઈવે પર ખાનગી બસ પલટી, 15 મુસાફરો ઘાયલ

સુરતના બારડોલી હાઈવે પર ખાનગી ટ્રાવેલર્સની બસ પલ્ટી ગઈ હતી. આ અકસ્માતમાં બસમાં સવાર 15 જેટલા મુસાફરો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થતાં તેમને નજીકની હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યાં છે. જ્યારે 5 મુસાફરોની હાલત ગંભીર જણાતા તેમને વધુ સારવાર માટે સુરત સિવિલમાં ખસેડવામાં આવ્યાં છે.

આ અકસ્માત અંગે મળતી વિગતો પ્રમાણે, 30 જેટલા મુસાફરોથી ભરેલી આ ખાનગી ટ્રાવેલર્સની બસ ભૂસાવલથી અમદાવાદ તરફ આવી રહી હતી. આ દરમિયાન સુરતના બારડોલી-પલસાણા હાઈવે પર આવેલા બ્રીજ નજીક ડ્રાઈવરે સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવતા બસ પલટી ગઈ હતી. આ અકસ્માત બાદ બસનો ચાલક ઘટના સ્થળેથી ફરાર થઈ ગયો હતો.

ત્યારબાગ આ અકસ્માતની જાણ થતાં જ પોલીસ સહિત ફાયર વિભાગનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને બચાવ કામગીરી હાથ ધરી હતી. આ અકસ્માતમાં સવાર 15 જેટલા મુસાફરો ઈજાગ્રસ્ત થયા હતા. જેમને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે. હાલ પોલીસે અકસ્માતનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published.