/

કોરોના વાયરસને પગલે ગાંધીભૂમિ સિવિલ હોસ્પિટલમાં ખાનગી ડોકટરો આપશે માનદ સેવા

ઇન્ડિયન મેડીકલ એસોસીએશન પોરબંદર બ્રાન્ચના પ્રમુખ ડો. ઉર્વીશ મલકાણ ની યાદી મુજબ અત્યારની કોરોના ની આ ખૂબ જ કઠિન પરિસ્થિતિમાં આઈ.એમ.એ પોરબંદરના તમામ ડોક્ટરોએ જિલ્લા વહીવટીતંત્રને પોતાની માનદ સેવાઓ પૂરી પાડવા માટે આહવાન કરેલ છે. અને કલેકટર સાહેબની સુચના પ્રમાણે ભાવસિંહજી (સિવિલ) હોસ્પિટલમાં દરરોજ સવારે અને સાંજે એક એક કલાક માટે એક ફિઝિશિયન અને એક પીડીયાટ્રીશ્યન એટલે કે બાળ રોગ નિષ્ણાંત પોતાની માનદ સેવાઓ પૂરી પાડશે.

આ બાબતે તમામ ડોક્ટરોએ પોતાની સેવા આપવા માટે ખાત્રી આપેલ છે. અને તે અંગે વ્યવસ્થિત આયોજન કરી લેખિતમાં કલેકટર સાહેબ અને સિવિલ સર્જન શ્રી ને જાણ કરી દેવામાં આવેલ છે. આવી કપરી પળો માં પોરબંદરની પ્રજાની સેવા માટે તમામ પ્રાઇવેટ ડોક્ટરો તત્પર છે.

Leave a Reply

Your email address will not be published.