/

રાજ્યસભાની ચૂંટણીને લઇ પાટીદાર ધારાસભ્યોની ખાનગી બેઠક જાણો શું કરાયો નિર્ણય

રાજયસભાની ચૂંટણીને લઇને મોટા સમાચારો મળી રહ્યા છે. કોંગ્રેસનાં પાટીદાર ધારાસભ્યોએ એકતા બનાવીને પાટીદાર સમાજના ઉમદવારનેે જ ચૂંટણી લડવા માટે રાજયસભામાં મોકલવાનું જણાવ્યુ છે. રાજયસભાની ચૂંટણી આગામી દિવસોમાં યોજવાની છે. જેની તૈયારીઓ રાજનૈતિક પાર્ટીઓમાં ચાલી રહી છે. જેને લઇને કોંગ્રેસના પાટીદાર નેતાઓએ બેઠક યોજી હતી. ગઇકાલે મળેલી આ બેઠકમાં કોંગ્રેસનાં ૧૪ પાટીદાર ધારાસભ્યોએ મીટિંગ યોજી રાજયસભાની ચૂંટણીને અંગે ચર્ચા વિચારણા કરી હતી. આ બેઠક ગાંધીનગરમાં ખાનગી સ્થળે યોજાઇ હતી. જેમાં ૪ કલાક સુધી કોંગ્રી પાટીદાર ધારાસભ્યોએ ચર્ચાઓ કરી હતી. ભૂતકાળમાં જોઇએ તો ઘણા સમયથી કોંગ્રેસે પાટીદાર સમાજને રાજયસભાની ચુંટણીમાં તક આપી નહોવાનું પાટીદારનેતાઓએ જણાવ્યુ હતું. જેને કોંગ્રેસમાં બે ઉમેદવારો પૈકી એક પાટીદાર સમાજનો ચેહેરો હોવાની માંગણી કરી છે. રાજયસભાની ચુંટણીમાં ઉમેદવારોના નામ અગ્રણીય નેતાઓ નક્કી કરે છે. પરંતુ પાટીદાર સમાજમાંથી ઉમેદવારો હોવા જોઇએ તેવું કોંગ્રેસના પાટીદાર ધારાસભ્યોએ જણાવ્યુ છે. જેની રજુઆત આગ્રહપૂવર્ક પ્રભારી રાજીવ સંતવ સંક્ષ પાટીદાર ધારાસભ્યો કરશે તેવી વાતો વહેતી થઇ છે. 

Leave a Reply

Your email address will not be published.