///

આ અભિનેત્રીએ પણ કૃષિ કાયદા વિરૂદ્ધ લડી રહેલા ખેડૂતોનું સમર્થન કર્યુ, કહ્યું…

દેશમાં ચાલી રહેલા ખેડૂત આંદોલનને તમામ લોકો સમર્થન કરી રહ્યાં છે. જેમાં પંજાબી એક્ટરોની સાથે સાથે બોલીવુડ સ્ટાર્સ પણ ખેડૂતોનું સમર્થન કરી રહ્યાં છે. તેવામાં હવે બોલીવુડ અભિનેત્રી પ્રિયંકા ચોપરાએ પણ ખેડૂત આંદોલનને લઈને પોતાનો પક્ષ રજુ કર્યો છે.

પ્રિયંકા ચોપરાએ દિલજીતની એક ટ્વિટનું રિટ્વીટ કરીને તેનું અને ખેડૂતોનું સમર્થન કર્યું છે. હકીકતમાં દિલજીતે પોતાની ટ્વિટમાં લખ્યું હતું કે પ્રેમની વાત કરીએ, કોઈ પણ ધર્મ લડાઈ શીખવાડતો નથી. હિન્દુ, મુસ્લિમ, શીખ, ઈસાઈ, જૈન અને બૌદ્ધ બધા એક બીજાની સાથે છે. ભારત આ જ રીતભાત માટે આખી દુનિયામાં જાણીતું છે. અહીં બધા પ્રેમથી રહે છે. અહીં દરેક ધર્મને ઈજ્જત અપાય છે.

પ્રિયંકાએ દિલજીતની એક ટ્વિટને રિટ્વીટ કરીને કહ્યું કે આપણા ખેડૂતો ભારતના ખાદ્ય સૈનિકો છે. તેમના ડરને દૂર કરવાની જરૂર છે. તેમની આશાઓ પર ખરા ઉતરવાની જરૂર છે. એક સંપન્ન લોકતંત્ર તરીકે, આપણે એ સુનિશ્ચિત કરવું જોઈએ કે આ સંકટનો કેવી રીતે જલદી ઉકેલ આવે.

દિલજીતે પોતાની આ ટ્વિટમાં સિંઘુ બોર્ડરની કેટલીક તસવીરો શેર કરી હતી. હાલમાં જ દિલજીત સિંઘુ બોર્ડર પર જોવા મળ્યો હતો. તે ત્યાં ખેડૂતોનું સમર્થન કરવા પહોંચ્યો હતો. દિલજીત હવે ખુલીને ખેડૂતોના સમર્થનમાં આવી ગયો છે.

ઉલ્લેખનિય છે કે ખેડૂત આંદોલન હાલ દેશનો સૌથી મોટો મુદ્દો બની ગયો છે. ખેડૂતોએ આવતીકાલે 8 ડિસેમ્બરના રોજ ભારત બંધની જાહેરાત કરી છે. આ સાથે જ ખેડૂતોએ ચેતવણી આપી છે કે જો સરકાર તેમની માંગણીઓ નહીં સ્વીકારે તો આંદોલન ગતિ પકડશે અને રાષ્ટ્રીય રાજધાનીને જોડતા વધુ માર્ગો બંધ કરાશે.

Leave a Reply

Your email address will not be published.