////

પ્રિયંકા ચોપડાની બુક Unfinished નવા વર્ષે થશે લોન્ચ

બોલિવૂડ-હોલિવૂડ અભિનેત્રી પ્રિયંકા ચોપડાની બુક Unfinished લોન્ચ થવા માટે તૈયાર છે. ત્યારે અભિનેત્રી પ્રિયંકા ચોપડાએ સોશિયલ મીડિયા પર તેની પ્રથમ ઝલક શેર કરી છે. જેમાં આ બુક સાથે પોતાની તસવીર શેર કરતા પ્રિયંકાએ એક ઇમોશનલ પોસ્ટ પણ લખી છે.

આ બુક સાથે પોતાની તસ્વીર શેર કરતા પ્રિયંકાએ પોસ્ટમાં લખ્યું છે કે, તે ફિલિંગ, જ્યારે તમે પોતાના પુસ્તકને પ્રથમ વખત પોતાના હાથમાં પકડો છો, મજાક કરી રહી છું. મારા હાથમાં માત્ર પુસ્તકનું જેકેટ આવ્યું છે, જે બુક પર લપેટવામાં આવે છે. બસ અનુભવ કરી રહી હતી કે તેને પકડીને કેવુ લાગે છે. રાહ નથી જોઇ શકતી, આવતા મહિને આ પુસ્તક લોન્ચ થવાનું છે. પોતાની પ્રથમ કોપીને પહેલાથી તમે બુક કરી શકો છો, બાયોમાં આપવામાં આવેલી લિંક પર.

તાજેતરમાં પ્રિયંકા ચોપડાએ લગ્નની બીજી વર્ષગાંઠ પર પતિ નિક જોનસ સાથેની કેટલીક અનસીન તસવીર પણ શેર કરી હતી. જેમાં તે લાલ લહેંગામાં દુલ્હનની જેમ જોવા મળી હતી. સાથે જ આ તસવીરમાં પ્રિયંકા અને નિક એકબીજાનો હાથ પકડીને ક્લોઝ ઉભેલા જોવા મળતા હતા. તો બીજી તરફ એક અન્ય તસવીરમાં મહેમાનોની ભીડ વચ્ચે બન્ને એક બીજાને વરમાળા પહેરાવતા જોવા મળી રહ્યા હતા. આપને જણાવી દઈએ કે, કપલે વર્ષ 2018માં જોધપુરના ઉમેદ ભવનમાં લગ્ન કર્યા હતા.

Leave a Reply

Your email address will not be published.