///

ખેડૂતોના પ્રદર્શનને લઈને પ્રિયંકા ગાંધી વાડ્રાએ મોદી સરકાર પર કર્યા પ્રહાર

પંજાબ તેમજ હરિયાણાના ખેડૂતોનું પ્રદર્શન ચાલી રહ્યુ છે, ત્યારે કેટલીક જગ્યાએ આ પ્રદર્શનનું ઉગ્ર રૂપ પણ જોવા મળી રહ્યું છે. તો કેટલાક જગ્યાએ ખેડૂતો પર પાણીનો મારો ચલાવવામાં આવી રહ્યો છે, તો સામે ખેડૂતોએ પોલીસની બેરિકેટિંગ પણ તોડી નાખી છે. ત્યારે એવામાં ખેડૂતોના વિરોધ પ્રદર્શન પર નેતાઓની પ્રતિક્રિયા પણ આવી રહી છે.

કેન્દ્ર સરકારના ત્રણેય ખેતી બિલ ખેડૂત વિરોધી છે. આ બિલ પરત લેવાની જગ્યાએ ખેડૂતોને શાંતિપૂર્ણ પ્રદર્શન કરવાથી રોકવામાં આવી રહ્યા છે, તેમની પર વોટર કેનનનો મારો ચલાવવામાં આવી રહ્યુ છે, ત્યારે ખેડૂતો પર કરવામાં આવતો આ જુર્મ ઘણો ખોટો છે. શાંતિપૂર્ણ પ્રદર્શન તેમનો બંધારણીય અધિકાર છે.

બીજી તરફ પ્રિયંકા ગાંધી વાડ્રાએ પણ મોદી સરકાર પર પ્રહાર કર્યા હતા. પ્રિયંકા ગાંધીએ ટ્વીટ કરી લખ્યું કે, ખેડૂતો પાસેથી સમર્થન મૂલ્ય છીનનારા કાયદાના વિરોધમાં ખેડૂતોનો અવાજ સાંભળવાની જગ્યાએ ભાજપ સરકાર તેમની પર ભારે ઠંડીમાં પાણીનો મારો ચલાવી રહી છે. ખેડૂતો પાસેથી બધુ છીનવી લેવામાં આવી રહ્યું છે અને મૂડીપતિઓના થાળમાં સજાવીને બેંક, દેવા માફી, એરપોર્ટ, રેલ્વે સ્ટેશન વેચવામાં આવી રહ્યા છે.

આ ઉપરાંત કિસાન સંગઠનોએ સંયુક્ત કિસાન મોરચો બનાવ્યો છે, જેને 500થી વધુ ખેડૂત સંગઠનોનું સમર્થન મળ્યું છે. તો બીજી તરફ દિલ્હીમાં કોરોના સંક્રમણના વધતા કેસને કારણે આંદોલન કરવાની મંજૂરી આપવામાં આવી નથી.

Leave a Reply

Your email address will not be published.