////

CM યોગીના નિવેદન બાદ પ્રિયંકાએ વાલ્મીકિ મંદિરમાં કરી સફાઈ, આજે યુપીના દરેક જિલ્લામાં ઝાડુ લગાવશે કોંગ્રેસ

પ્રિયંકાએ કહ્યું હતું કે સફાઈ કરવી એ આત્મસન્માન અને સાદગીનું પ્રતીક છે

નવી દિલ્હીઃ યોગીના નિવેદનના વિરોધમાં યુપીમાં તમામ જિલ્લા કોંગ્રેસ સમિતિઓ ભગવાન વાલ્મિકી મંદિરની સફાઈ કરશે. કોંગ્રેસના રાષ્ટ્રીય મહામંત્રી અને ઉત્તર પ્રદેશ બાબતોના પ્રભારી પ્રિયંકા ગાંધીના સફાઇ પર સીએમ યોગી આદિત્યનાથના નિવેદનના વિરોધમાં યુપી કોંગ્રેસની તમામ જિલ્લા કોંગ્રેસ સમિતિઓ આજે ભગવાન વાલ્મિકી મંદિરની સફાઈ કરશે. શુક્રવારે ગોરખપુરમાં એક ન્યૂઝ ચેનલ સાથે વાતચીત કરતા મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે કોંગ્રેસ નેતા પ્રિયંકા ગાંધી વાડ્રા પર સીતાપુર પીએસી ગેસ્ટ હાઉસમાં સફાઈ કરતા કહ્યું હતું કે, “લોકોએ તેને એ લાયક જ છોડ્યા છે.”

ભારત મહિલાઓનું અપમાન સહન નહીં કરે

પ્રિયંકાએ શુક્રવારે ટ્વિટ કરીને કહ્યું કે, “આજે યુપીના મુખ્યમંત્રીએ જાતિવાદી નિવેદન આપીને તેમની દલિત વિરોધી માનસિકતા દર્શાવી. આવતીકાલે યુપીની તમામ જિલ્લા કોંગ્રેસ સમિતિઓ ભગવાન વાલ્મીકિ મંદિરની સફાઈ કરશે. ભારત દેશના કરોડો દલિતો અને મહિલાઓનું અપમાન સહન નહીં કરે.”

બીજી તરફ, પ્રિયંકા અચાનક લખનૌના ઇન્દિરા નગરની દલિત વસાહત લવકુશ નગર પહોંચી અને સફાઈ કરી અને યોગી આદિત્યનાથના નિવેદનનો પ્રતિકરૂપે વિરોધ કર્યો. આ પ્રસંગે તેમણે કહ્યું કે સાવરણી (ઝાડુ)થી સાફ કરવું એ આત્મસન્માન અને સાદગીનું પ્રતીક છે અને કરોડો મહિલાઓ અને સફાઈ કામદારો દરરોજ સફાઈ કરે છે. લખીમપુર ખેરી હિંસામાં માર્યા ગયેલા ખેડૂતોના પરિવારોને મળી પરત ફર્યા બાદ પ્રિયંકા શુક્રવારે સાંજે 4 વાગ્યે અચાનક ઇન્દિરા નગરમાં દલિત વસાહત લવકુશ નગર પહોંચી અને ત્યાં વાલ્મીકિ આશ્રમમાં સફાઈ કરી હતી.

આ પ્રસંગે પ્રિયંકાએ કહ્યું હતું કે સફાઈ કરવી એ આત્મસન્માન અને સાદગીનું પ્રતીક છે અને કરોડો મહિલાઓ અને સફાઈ કામદારો દરરોજ ઝાડુ લગાવે છે. નોંધનીય છે કે 3 ઓક્ટોબરે લખીમપુર ઘેરીમાં થયેલી હિંસામાં ચાર ખેડૂતો સહિત આઠ લોકોના મોત થયા બાદ પ્રિયંકા તે જ રાત્રે લખનઉ પહોંચ્યા હતાં અને પીડિત પરિવારોને મળવા માટે અહીંથી લખીમપુર ખેરી જવા રવાના થયા હતાં. 4 ઓક્ટોબરે સવારે 4.30 વાગ્યે તેને સીતાપુરમાં પોલીસે કસ્ટડીમાં લીધા હતા. ત્યારબાદ પ્રિયંકાને પીએસી કોમ્પ્લેક્સના ગેસ્ટ હાઉસમાં રાખવામાં આવ્યા હતા. જ્યાં તેણીએ પોતે રૂમમાં સાવરણીથી સફાઈ કરી હતી. બાદમાં પ્રિયંકાએ સફાઈ કરતા એક વીડિયો પણ વાયરલ થયો હતો. કોંગ્રેસના નેતાઓએ આરોપ લગાવ્યો છે કે ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે પ્રિયંકાની સફાઈ કરવા બદલ તેની મજાક ઉડાવી હતી.

Leave a Reply

Your email address will not be published.