રાજનૈતિક પાર્ટી કોંગ્રેસ ધીમે-ધીમે દેશમાં પોતાનો ફરીથી પગ પેસારો કરવાની વ્યૂહરચના ઘડી રહી છે. સમગ્ર દેશમાં પોતાની સત્તા મજબુત કરવાનાં અનેક પ્રયાસો કરી રહી છે. જેમાં કોંગ્રેસે પાર્ટી મજબુત કરવા માટે કોંગ્રેસના મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રાને જવાબદારીઓ સોંપી હતી. ફરીથી સત્તા મેળવવા માટે પ્રિયંકા ગાંધી વાડ્રા અનેક પ્રયાસો કરી રહી છે.

આગામી ૨૬ માર્ચનાં રોજ રાજયસભાની ચૂંટણી યોજાવવાની છે. તેવામાં કોંગ્રેસનાં મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રાને રાજયસભામાં મોકલવવા માટે ભારતનાં મોટા ૪ રાજયોની હોડ લાગી છે. જેમાં છત્તીસગઢ, મધ્યપ્રદેશ, રાજસ્થાન અને ગુજરાતમાં કોંગ્રેસ એવુ ઇચ્છે કે, મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રા તેમના રાજયમંથી રાજયસભામાં જાય. આ ચાર રાજયોનાં પ્રિયંકા ગાંધી વાડ્રાને પોતાના રાજયમાંથી રાજયસભામાં જાય તેના માટે મનાવવાનો પ્રયાસ કરી રહ્યા છે.
આગામી ૨૬ માર્ચનાં રોજ રાજયસભાની ચૂંટણી યોજાવવાની છે. જેની દરેક કોંગ્રેસના ધારાસભ્યો પૂરજાશમાં ફરીથી સત્તા હાંસિલ કરવા માટેની તૈયારીઓ કરી રહ્યા છે. ગુજરાતનાં ધારાસભ્યો આગામી દિવસોમાં આ અંગે ઠરાવ રજુ કરવાનાં છે. જે ઠરાવ દિલ્હી હાય કમાન્ડ કોંગ્રેસના સોનિયા ગાંધીને મોકલવામાં આવશે. હવે જોવાનું એ છે કે, પ્રિયંકા ગાંધી વાડ્રા કયાં રાજયમાંથી રાજયસભામાં જશે?