///

મહિલાઓમાં ગર્ભાવસ્થા દરમિયાન માસિક આવે તો ઉદ્દભવી શકે છે આ સમસ્યાઓ…

મહિલાઓમાં માસિક ધર્મનો સમય તેમના માટે અત્યંત કઠિન સમય હોય છે. આ સમય દરમિયાન મહિલોઓમાં પેટમાં દુખાવો, કમરનો દુખાવો, ચીડચીડયાપણું આવી જાય છે. જોકે, ગર્ભાવસ્થા દરમિયાન મહિલોઓને માસિક ચક્રમાંથી છૂટકારો મળે છે.

ગર્ભાવસ્થા દરમિયાન મહિલોઓને ઓવ્યુલેશન થતું નથી અને તેમને માસિક પણ થતું નથી. માસિક ત્યારે જ આવે છે, જ્યારે મહિલા પ્રેગનન્ટ નથી હોતી. પ્રેગનન્સી દરમિયાન થોડું રક્તસ્ત્રાવ થઇ શકે છે, પરંતુ આ માસિકના કારણથી થતું નથી. મહિલાઓ ડીલીવરી થયાના તુરંત બાદ જ ઓવ્યુલેટ કરવાનું શરૂ કરી શકે છે. એટલા માટે ડોક્ટર સ્તનપાન કરનારી મહિલાને પ્રેગનન્સી ન કરવા ઈચ્છવા પર કોઈ ગર્ભ નિરોધક ગોળીનો ઉપયોગ કરવાની સલાહ આપી શકે છે.

આપને જણાવી દઈએ કે, માસિકચક્ર એ પ્રેગનન્સી માટે જ હોય છે. જેનું ચક્ર માસિકના પ્રથમ દિવસથી શરૂ થઈ જાય છે, જે આગામી માસિકના પહેલા દિવસે પુરુ થાય છે.

પ્રેગનન્સીમાં વારંવાર કેમ જવું પડે છે પેશાબ
ગર્ભાવસ્થા દરમિયાન વારંવાર પેશાબ જવું પડે એ સામાન્ય બાબત છે. ગર્ભાવસ્થાના થોડાક અઠવાડિયાની અંદર આ સમસ્યાની શરૂઆત થઈ જાય છે. ઘણી મહિલાઓને આ સમસ્યા ગર્ભાવસ્થાના છેલ્લા અઠવાડિયા સુધી રહેતી હોય છે. જ્યારે અંડાશય અંડને મુક્ત કરે છે, ત્યારે ઓવ્યુલેશન થાય છે. ઓવ્યુલેટ કર્યાના લગભગ 12થી 24 કલાક સુધી આ અંડ હાજર રહે છે. જો વીર્ય કોષ અંડાશયમાં હોય અને અંડને ફર્ટીલાઈઝ કરે, તો પછી આ અંડ ગર્ભાશયમાં આપમેળે જ રોપાય જાય છે અને ગર્ભાવસ્થાની શરૂઆત થઈ જાય છે. આ પ્રક્રિયામાં, જ્યારે અંડનું ફર્ટીલાઈઝ થતું નથી અને શરીર ગર્ભાશયના અસ્તરને અધોગતિ કરે છે, ત્યારે માસિક ચક્રની શરૂઆત થાય છે.

ગર્ભાવસ્થામાં થયેલ રક્તસ્ત્રાવના અન્ય કારણો
ગર્ભવતી મહિલાને માસિક આવતા નથી, પંરતુ છતાં પણ થોડું રક્તસ્ત્રાવ થઈ શકે છે. એવું જરૂરી નથી કે, ગર્ભાવસ્થા દરમિયાન થયેલું રક્તસ્ત્રાવ કોઈ સમસ્યાનો સંકેત છે. જો એવું થાય તો ડોક્ટરને મળીને તે અંગે માહિતી મેળવવી જોઈએ.

ગર્ભાવસ્થા દરમિયાન ગર્ભાશયની કોશિકાઓમાં પરિવર્તન પણ અનુભવી શકાય છે, જેના કારણે થોડું રક્તસ્ત્રાવ થઈ શકે છે, ખાસ કરીને શરીર સંબંધ કર્યા બાદ રક્તસ્ત્રાવ થઈ શકે છે. પ્રથમ ત્રિમાસિક ગાળામાં રક્તસ્રાવના અન્ય કારણોમાં એક્ટોપિક ગર્ભાવસ્થા, ચેપ, કસુવાવડ, સબકોરીઓનિક હેમરેજ, સગર્ભાવસ્થા ટ્રોફોબ્લાસ્ટિક રોગ સામેલ છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, મહિલાને પ્રેગનન્સી દરમિયાન કોઈ પણ અઠવાડિયા કે કોઈપણ મહિનામાં રક્તસ્ત્રાવ થાય તો તે સમયે રક્તનો રંગ, કેટલું સ્ત્રાવ થયું તેમજ તેનું રક્ત ઘટ્ટ છે કે ફિક્કુ છે તે નોંધીને ડોક્ટરને જણાવવું જોઈએ.

Leave a Reply

Your email address will not be published.