/

આણંદમાં GST વિભાગની વેપારીઓ પર કાર્યવાહી

તહેવારોની સિઝન ચાલી રહી છે. બીજી તરફ કોરોનાના પગલે બજારોમાં ગ્રાહકોનો ઘસારો ઓછો દેખાઇ રહ્યો છે. જે વેપારીઓ માટે ચિંતાનો વિષય બની ગયો છે. તેવામાં ઘણાં વેપારીઓ દ્વારા પૈસા બચાવવા અવનવા નુસખા અજમાવી ટેક્સની ચોરી કરવા પ્રયત્નો કરવામાં આવતા હોય છે. આણંદમાં પણ આવાજ વેપારીઓને ત્યાં GST વિભાગે કાર્યવાહી હાથ ધરી હતી.

આણંદના સરદાર ગંજ બજારમાં એક પેઢી પર GST વિભાગે દરોડો પાડી સર્વેની કાર્યવાહી હાથ ધરી હતી. આ ઘટના બાદ ટેક્સની ચોરી કરતા આણંદના વેપારીઓમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો હતો. બીજી તરફ વેપારીને ત્યાં બંધ શટરમાં GST વિભાગે સર્વેની પ્રક્રિયા હાથ ધરી વેપારીના એકાઉન્ટ અને સ્ટોકનું ચેકીંગ હાથ ધર્યું હતું.

મળતી માહિતી મુજબ આ વેપારીને ત્યાં અગાઉ પણ GST વિભાગ કાર્યવાહી કરી ચૂકી છે. ત્યારે ફરીથી દિવાળીના દિવસોમાં સર્વેની પ્રક્રિયા હાથ ધરવામાં આવતા કોઈ મોટી કર ચોરી બહાર આવી શકે તેવી ચર્ચાએ વેગ પકડ્યો હતો.

ઉલ્લેખનીય છે કે આવી ઘટનાઓ ટેક્સની ચોરી કરતા વેપારીઓ માટે લાલબતી સમાન છે. જ્યારે થોડાં આર્થિક ફાયદાનું વિચારી વેપારીઓ દ્વારા ટેક્સની ચોરી કરવામાં આવે છે.

Leave a Reply

Your email address will not be published.