////

દેશ માટે પ્રોટીન આધારિત કોરોના રસી કારગત નીવડશે: વૈજ્ઞાનિકો

કોરોના વાઈરસના કહેરને દુર કરવા માટે દુનિયાભરમાં શક્ય એટલા તમામ પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. ત્યારે આ વચ્ચે કોરોનાના સકારાત્મક પરિણામોની વચ્ચે વૈજ્ઞાનિકોનું કહેવું છે કે, ભારત માટે એ રસી કારગત નહીં થાય જેના સંગ્રહ માટે બહું ઓછા તાપમાનની શક્યતા છે. જ્યારે પ્રોટીન આધારિત રસી દેશ માટે ઉપયોગી નીવડશે.

તો બીજી બાજુ વૈજ્ઞાનિકો દ્નારા અમેરિકન કંપની નોવાવેક્સ દ્વારા વિકસાવવામાં આવેલી રસીને દેશ માટે સૌથી વધારે ઉપયુક્ત ગણાવવામાં આવી છે. જોકે કોરોનાના યોગ્ય ટીપા ખરીદવાનો નિર્ણય અનેક કારણો પર નિર્ભર રહેશે. જેમાં રસી કેટલી સુરક્ષિત છે, તેની કિંમત કેટલી છે તેમજ તેનો ઉપયોગ કેટલો સુવિધાજનક છે. આ પ્રમાણે એ 3 રસીને નકારી શકાય છે જે છેલ્લા કેટલાક દિવસોમાં 90 ટકા વધારે પ્રભાવશાળી સાબિત થઈ છે.

આ ઉપરાંત ફાઈઝર -બાયોએન્ટેક ત્રીજા ચરણના અંતિમ પરિણામમાં 90 ટકા, સ્પૂતનિક 92 ટકા અને મોર્ડરના 94.5 ટકા અસરકારક સાબિત થઈ છે. હાલ આ શક્ય રસીઓની આશા સેવાઈ રહી છે. આ ત્રણેય રસી પ્રોટિન આધારિત નથી. પરંતુ ભારતીય પરિસ્થિતિમાં અમેરિકાની કંપની મોર્ડેરના સૌથી વધારે ઉપયુક્ત છે.

અમેરિકાની મોર્ડર કંપનીની રસીને અન્ય સંભવિત રસીઓની અપેક્ષામાં ઓછા તાપમાનની જરુર નથી. રોગ પ્રતિરક્ષા વૈજ્ઞાનિક સત્યજીત રથે કહ્યું કે, અમેરિકા સમર્થિત ફાઈઝર બાયોએનટેક અને રશિયાની સ્પૂતનિક 5ને નોવાવેક્સ દ્વારા વિકસિત કરવામાં આવી રહી છે. પ્રોટીન આધારિત શક્ય રસીની સરખામણીમાં તેને બહું ઓછા તાપમાનમાં રાખવાની જરુર નથી.

Leave a Reply

Your email address will not be published.