////

દિલ્હીના જંતરમંતર પર પંજાબના CM અમરિંદર સિંઘ સહિત પ્રધાનોની ધરણા

પંજાબના મુખ્યપ્રધાન કેપ્ટન અમરિંદર સિંઘ આજે દિલ્હીના જંતરમંતર પર ધરણા પર બેસી ગયા છે. જેમાં કેપ્ટન અમરિંદર સિંઘની સાથે નવજોત સિંહ સિધ્ધુ તેમજ તમામ પ્રધાનો અને કોંગ્રેસી ધારાસભ્યો ધરણા કરી રહ્યા છે. મુખ્યપ્રધાન કેપ્ટન અમરિંદર આ ધરણાના માધ્યમથી સરકાર દ્વારા માલગાડીઓને રોકવાના કારણે વીજળી સંકટ અને જરુરી વસ્તુઓની સ્થિતિ ગંભીર થવા તરફ ધ્યાન અપાવવાનો પ્રયાસ કર્યો છે.

આ ઉપરાંત જંતર મંતરથી પહેલા કેપ્ટન અમરિંદર સિંઘ સહિત અન્ય નેતાઓ રાજઘાટ ગયા હતા અને બાપુની સમાધિ પર શ્રદ્ધાંજલી અર્પિત કરી હતી. ત્યારબાદ આ લોકો જંતર મંતર પર પહોંચી ધરણા કર્યા હતા.

મુખ્યપ્રધાન અમરિંદરે કહ્યું કે, કસ્બામાં માલગાડીઓની અવરજવર રોકવાના કારણે સંકટ વધારે વધતું જઈ રહ્યું છે. હાલમાં પાવર પ્લાન્ટ સંપૂર્ણ રીતે બંધ થઈ ગયો છે. આ સાથે જ કૃષિ અને શાકભાજીના સપ્લાયને ભારે અડચણોનો પણ સામનો કરવો પડી રહ્યો છે. તેમણે ધરણા કરવાનો નિર્ણય એટલા માટે લીધો કેમ કે કેન્દ્ર સરકારનું ધ્યાન રાજ્યની નાજુક સ્થિતિ તરફ દોરી શકાય.

Leave a Reply

Your email address will not be published.