//

માનવતાનું ઉત્તમ ઉદાહરણ રજૂ કરતા પીએસઆઈ, અચાનક લાગેલી આગ પર મેળવ્યો કાબુ

રાજ્યમાં લોકડાઉનની પરિસ્થિતિ વચ્ચે જામનગરના ધ્રોલમાં આવેલા શોપિંગ સેન્ટરમાં અચાનક આગ ભભૂકી હતી.રાજ્યમાં પ્રસરેલા કોરોના વાયરસના ભયના કારણે ધ્રોલના તમામ ફાયરને સેનિટાઈઝિંગ માટે જામનગર હેઠળ તૈનાત કરવામાં આવ્યા હતા.ત્યારે આગ વિકરાળ સ્વરૂપ ધારણ કરતા કાબુ મેળવવો ખૂબજ મુશ્કેલ બન્યો હતો. શોપિંગ સેન્ટરની નજીકજ પેટ્રોલ પંપ આવેલો હોવાથી મોટા અકસ્માતની ભીતિ સર્જાઈ હતી.

સમગ્ર ઘટનાની જાણ થતા ફરજ પર તૈનાત પીએસઆઈ ચંદ્રેશ કાંટેલીયા પોલીસ કાફલા સાથે તરતજ ઘટના સ્થળે હાજર થયા હતા અને પોતાની સૂઝ બૂઝથી આગ બૂઝાવી હતી. પીએસઆઈ ચંદ્રેશ કાંટેલીયા પોલીસ કાફલા સહિત ઘટના સ્થળે પહોંચ્યા તે દરમિયાન આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું..ત્યારે પેટ્રોલ પંપ પરના ઈમરજન્સી ફાયરના બાટલાઓનો ઉપયોગ કરી પીએસઆઈ સહિતના પોલીસ કાફલાએ આગ પર કાબૂ મેળવ્યો હતો.તમામ પોલીસ કર્મચારીઓની ભારે ઝહેમત બાદ આગ કાબૂમાં આવી હતી.તો સુઝ બુઝ વડે પીએસઆઈએ આગ પર કાબુ મેળવી મોટી દુર્ઘટના થતા અટકાવી હતી. લોકડાઉનના પગલે પોલીસ કર્મચારીઓ જીવના જોખમે પોતાની ફરજ નિભાવી રહ્યા છે ત્યારે અચાનક શોપિંગ સેન્ટરમાં આગ લાગતા ખુદ જહેમત ઉઠાવી મોટી દુર્ઘટના અટકાવી પાએસઆઈ સહિતના પોલીસ કાફલાએ માનવતાનું ઉત્તમ ઉદાહરણ રજૂ કર્યું છે

Leave a Reply

Your email address will not be published.